મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

આટલું મોંઘું પર્સ અને ડ્રેસ પહેરી Paris Olympic પહોંચી Radhika Merchant…

ન્યુલી વેડ કપલ અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)એ લગ્ન બાદ કાલે પહેલી વખત પબ્લિક અપિયરન્સ આપ્યું હતું. કપલ પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સ જોવા પહોંચ્યું હતું. લગ્ન બાદ પણ અંબાણી પરિવારની શાન-ઔ-શૌકતમાં કોઈ કમી નથી આવી.

રાધિકાનો બ્રાઈડલ લૂક બિલકુલ ઝાંખો નથી પડ્યો અને આ વખતે પોતાની સાદગીથી તેણે લોકોનું ધ્યાન તો પોતાની તરફ ખેંચ્યું જ હતું, પણ એની સાથે સાથે જ તેણે પોતાની નણંદ ઈશા અંબાણી (Isha Ambani)ને પણ મ્હાત આપી હતી. ઓરેન્જ કલરના ની લેન્થ ડ્રેસમાં રાધિકા એકદમ ડોલ જેવી લાગી રહી હતી, પણ શું તમને આ આઉટફિટની કિંમત ખબર છે? ચાલો તમને એના વિશે જણાવીએ-

રાધિકાએ ગઈકાલે મેડુસા ટ્વિલ ક્રોપ ટોપ પહેર્યું હતું અને આ ટોપને તેણે Versace બ્રાન્ડની પ્લીટેડ ટ્વિલ મિનીસ્કર્ટ સાથે પેયર કર્યું હતું. ટોપની વાત કરીએ તો તે ગ્રીક પૌરાણિક કથાઓથી પ્રેરિત હતું અને એમાં તેણે ગોલ્ડ ટોન બટનની સાથે સાથે જ મેટિફ ડિટેલ્સ પણ છે. આ સિવાય બોક્સ પ્લીટ્સવાળા ટ્વિલ રાઈઝ સ્ટાઈઝ ઓરેન્જ મિની સ્કર્ટે તેના લૂકને એકદમ કૂલ અને સ્ટાઈલિશ બનાવવાનું કામ કર્યું હતું. નો મેકએપ લૂક અને પોનીટેલમાં રાધિકા કોઈ સ્કુલ-કોલેજ ગોઈંગ ગર્લ લાગી રહી હતી.

વાત જ્યારે આ આઉટફિટની કિંમતની હોય તો રાધિકાના ટોપની કિંમત 1, 07, 938 રૂપિયા હતી અને સ્કર્ટની કિંમત 1150 યુરો એટલે કે આશરે 1,04,087 રૂપ્યા હતી. બંનેની કિંમતનો સરવાળો કરીએ તો રાધિકાનો આ આઉટફિટ 2,12,025 રૂપિયા જેટલી હતી.

આ પણ વાંચો: Viral Video: લગ્ન બાદ Anant Ambani-Radhika Merchant ક્યાં પહોંચ્યા?

આ આઉટ ફિટ સાથે રાધિકાએ વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા હતા. મિનીમલ જ્વેલરી અને વ્હાઈટ ક્રોસબોડી બેગથી રાધિકાએ પોતાના લૂકને કમ્પલ્ટિ કર્યો હતો અને આ હેન્ડબેગની કિંમત પણ 1,759 અમેરિકન ડોલર એટલે કે 1,47,257 રૂપિયા જેટલી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

દરમિયાન રાધિકાનો પેરિસથી એક બીજો વીડિયો પણ સામે આવી રહ્યો છે જેમાં જે પેરિસના રસ્તાઓ પર અનંતના હાથમાં હાથ નાખીને ચાલતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં રાધિકા લોકલ ફ્રેન્ટ લક્ઝરી બ્રાન્ડનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો, જેની કિંમત આશરે 37,240 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

અંબાણી પરિવારના નાના વહુરાણી ફેશનના મામલામાં તો સાસુ નીતા અંબાણી (Nita Ambani), જેઠાણી શ્લોકા મહેતા (Shloka Maheta) અને નણંદ ઈશા અંબાણી (Isha Ambani)ને પણ ટક્કર આપે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button