મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Akash Ambaniએ Amitabh Bachchanને કેમ કહ્યું અનંત સબ જાનતા હૈ…

અંબાણી પરિવાર છેલ્લાં કેટલાય સમયથી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નને કારણે લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા અનંત-રાધિકાના ઈનસાઈડ વેડિંગ વીડિયોથી ભરાયેલું પડ્યું છે. દરમિયાન હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણે સંતાનો ઈશા અંબાણી (Isha Ambani), આકાશ અંબાણી (Akash Ambani) અનંત અંબાણી (Anant Ambani)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ત્રણે જણ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે જાણે કૌન બનેગા કરોડપતિના સેટ પર પહોંચ્યા હોય અને એમાં આકાશ અંબાણી બિગ બીને એવું કહેતો જોવા મળે છે કે અનંત સબ જાનતા હૈ…

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક્સમાં ભાંગડા કરી નીતા અંબાણીએ જમાવી દીધો રંગ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં બિગ બી ત્રણે ભાઈ બહેનોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે કેટલાક સવાલો પૂછતા જોવા મળી રહ્યા છે. આકાશ, ઈશા અને અનંત આ સવાલોના જવાબ આપી રહ્યા છે. આમ તો આકાશ અને ઈશાને મોટાભાગના સવાલોના જવાબ ખબર હતા, પણ તેમ છતાં બે વખત એવું બન્યું કે જવાબ માટે આકાશ અને ઈશાએ અનંત સામે જોવું પડ્યું. મદદ માટે બીજી રિક્વેસ્ટ દરમિયાન આકાશે કબૂલ્યું હતું કે અનંતને પરિવાર વિશે બધી બાબતો ખબર હોય છે.

બિગ બીએ આકાશ અને ઈશાને જામનગર વિશે સવાલ કર્યો ત્યારે આકાશ અને ઈશાએ અનંત પાસે મદદ માંગી હતી. એ સમયે ઈશાએ બિગ બીને જણાવ્યું કે અનંતે જામનગનરમાં સૌથી વધુ સમય પસાર કર્યો છે એટલે તે જ આ સવાલનો જવાબ આપી શકશે. સવાલ હતો કે રિલાયન્સની જામનગરની સાઈટ પર સૌથી વધુ શેનું ઉત્પાદન થાય છે, જેના વિકલ્પો હતા A કેરી, B પ્રાકૃતિક ગેસ C પોલિએસ્ટર અને D તેલ. અનંતે આ સવાલનો જવાબ આવ્યો અને સાચો જવાબ હતો ઓપ્શન એ એટલે કે કેરી.

આ પણ વાંચો: હવે અંબાણી પરિવાર લંડનમાં મચાવશે ધૂમ, 2 મહિના માટે 7-સ્ટાર હોટેલ કરી બુક

ત્યાર બાદ બિગ બીએ કંપનીના નિકાસ વિશે સવાલ કર્યો હતો અને આ સવાલનો જવાબ અઘરો હતો એવી કબૂલાત ખુદ ઈશાએ કરી હતી. ફરી એક વખત ઈશાએ અનંત પાસે મદદ માંગી અને આ વખતે પણ અનંતે સાચો જવાબ આપીને પોતાના સિબ્લિંગ્સની મદદ કરી હતી. આ જોઈને બિગ બીએ કહ્યું કે એને (અનંતને) કેવી રીતે સવાલોના જવાબ ખબર છે? જેના જવાબમાં આકાશે કહ્યું કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અંબાણી પરિવારમાં કઈ રીતે કામ ચાલે છે? અનંતને બધું જ ખબર હોય છે અને અમે લોકો બસ એને ફોલો કરીએ છીએ.

અંબાણી પરિવારના દરેક સભ્યનો એકબીજા સાથે એકદમ સ્ટ્રોન્ગ બોન્ડ છે અને એનો પરિચય પણ આપણને મળતો જ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button