ધનગર સમાજનું આંદોલન સમેટાયું
મુંબઈ: ધનગર સમાજના આરક્ષણ માટે યશવંત સેના દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન મંગળવારે પાછું ખેંચવામાં આવ્યું હતું. પ્રધાન ગિરીશ મહાજનની મધ્યસ્થી સફળ રહેતા ૨૧માં દિવસે ઉપવાસ પાછા ખેંચવામાં આવ્યા હતા. અહમદનગર જિલ્લાના પુણ્યશ્ર્લોક અહિલ્યાબાઈ હોળકરના જન્મસ્થાન ચૌંડચૌં ગામમાં ૬ સપ્ટેમ્બરથી યશવંત સેનાના કાર્યકરોના ઉપવાસ ચાલુ હતા. ૭૦ વર્ષ સુધી સહન કર્યું, હવે સહન નહીં કરીએ એવા નિર્ધાર સાથે ધનગર સમાજના આરક્ષણ માટે યશવંત સેના ઉપવાસ પર ઉતરી હતી. આરક્ષણના અમલની ઉપવાસ પર ઉતરેલા લોકોની માગણી હતી.
આ ઉપવાસ પાછા ખેંચવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે (૨૫ સપ્ટેમ્બરે) ફોન કર્યો હતો. જોકે, મુખ્ય પ્રધાને કોઈ આશ્ર્વાસન ન આપ્યું હોવાથી યશવંત સેનાએ ઉપવાસ પાછા ખેંચવાની ના પાડી હતી. મંગળવારે ગિરીશ મહાજન સરકારનો પત્ર લઈ ચૌંડચૌં ગામ ગયા હતા અને ઉપવાસકર્તાઓને મળી પત્રની રજૂઆતથી સંતોષ થતા ઉપવાસ પાછા ખેંચવામાં આવ્યા હતા.