ઉત્સવ

ખાખી મની-૩૯

‘રાંગણેકર, હમ ઔર આપ ભી સુંઘ લેતે હૈ.. દેખો હમ સુંઘતે સુંઘતે કહાં તક પહોંચ ગયે હૈ.?’

અનિલ રાવલ

અમન રસ્તોગીને પોલીસ કમિશનર વિજય સહાય પાસેથી છાપવા માટે પૂરતી સ્ફોટક સામગ્રી મળી ગઇ હતી…..આ વિસ્ફોટની અસર દૂર સુધી પહોંચશે જ અને કેન્દ્ર સરકારના પગ તળે રેલો આવશે જ એની રસ્તોગીને પાકી ખાતરી હતી.

બીજા દિવસની હેડલાઇન હતી: ‘હાઇ વે કેસના છેડા ત્રાસવાદને અડેલા છે.’

એણે કેટલાક પેટા હેડિંગ મુકીને સવાલો કર્યા. પોલીસ ટીમના અપહરણ થવા પર ખુદ પોલીસ ચૂપ કેમ છે.?’ શું ત્રાસવાદની ઊંડી તપાસ કરવા અપહરણનું નાટક કરાયું છે.? ‘તપાસ ટીમનું સુકાન માત્ર એક પોલીસ કમિશનરને શા માટે સોંપાયું.?’ તપાસનું બુલેટીન રોજેરોજ પત્રકારોને શા માટે નથી અપાતું.? ‘પોલીસને મોં નહીં ખોલવાનું ઉપરથી ફરમાન છે.?’

અમન રસ્તોગીના અહેવાલના પડઘા દિલ્હીમાં તો પડ્યા….પણ એની સૌથી મોટી અસર એ થઇ કે બીજા અખબારો અને ન્યૂઝ ચેનલવાળાઓ પોલીસ કમિશનર વિજય સહાયની ઓફિસે ધસી ગયા…પણ પોલીસ કમિશનરે બધાને એક જ ચીલાચાલુ જવાબ આપ્યો..‘તપાસ ચાલુ છે અને યોગ્ય સમયે બધાને એકીસાથે બ્રીફ કરાશે.’

‘સર, મૈં કહેતા થા ના આપકો કી અમન રસ્તોગી સરફીરા જર્નલિસ્ટ હૈ…ઉસકી નાક કુત્તે કો શરમાયે એસી હૈ…વો સુંઘ લેતા હૈ.’ રાંગણેકરે અભિમન્યુ સિંહના ટેબલ પર અખબાર મુકતા કહ્યું.
‘રાંગણેકર, હમ ઔર આપ ભી સુંઘ લેતે હૈ….ઇસ કે ઉપર સે તો હમ ગુન્હેગારોં કો પકડ સકતે હૈ. દેખો હમ સુંઘતે સુંઘતે કહાં તક પહોંચ ગયે હૈ.?’
‘બૈઠિયે…મૈં ચાય મંગવાતા હું.’


અભય તોમારે ડીકે મહેતાના સત્તાવાર બંગલાની બહાર જઇને કોઇની સાથે થોડી લાંબી વાત ચાલુ રાખી….વચ્ચે વચ્ચે તેઓ પણ અંદરથી જોઇ રહેલા ડીકે મહેતાને જોઇ લેતા હતા.

‘તુમ ડીકે મહેતા કી સભી લેન્ડલાઇન પર એક કે બાદ એક કોલ કરના….બાદ મેં જૈસે હી મૈં તુમ્હે મિસ કોલ દું….સિસ્ટમ ઓન કર દેના.’ તોમાર વાત પતાવીને અંદર ગયા.

‘બીજો એક કપ થઇ જાય.’ ડીકેએ તોમારને પૂછ્યું.

‘હા, બિલકુલ…ઇન ફેક્ટ હું તમને કહેવાનો જ હતો.’
ડીકે મહેતા પહેલા ની જેમ જ સર્વિસ ટી બનાવવાની પ્રોસેસ કરવા માંડ્યા….પહેલા ગરમ ચાનું પાણી, પછી દૂધ, સાકર….નાખવા ગયા ને એમની ખુરસીની બાજુનો ફોન રણક્યો. એમણે ફોન ઊંચક્યો..તરત જ તોમાર બોલ્યા: ‘હું સાકર નાખું છું તમે ફોન પતાવો.’ સામેવાળાએ તોમારનો અવાજ સાંભળીને ફોન કાપી નાખ્યો. ડીકે મહેતા સોરી કહીને સાકર હલાવવા ચમચી લેવા ગયા ત્યાં અંદરના રૂમમાં ફોનની ઘંટડી વાગી.

ડીકે મહેતા એક્સક્યુઝ મી કહીને અંદર ગયા….કે તરત જ તોમારે એક ડિવાઇસ કાઢીને સાગના લાકડાની મોટી ટીપોઇની નીચે ચોંટાડી દીધું ને પોતે આરામથી સાકર હલાવવા માંડ્યા.

‘સોરી…મિસ કોલ હતો’ બોલીને ડીકે મહેતાએ કપ ઊંચક્યો. તોમારે મોબાઇલ કાઢીને એક મિસ કોલ આપ્યો.

‘ડીકે, તમને શું લાગે છે. લીચી અને પોલીસ પાર્ટીને ખબર હશે કે પૈસા કોના છે.?’

‘મને અને લીલીને બિલકુલ અંદાજ નથી કે પૈસા કોના છે.’
‘લીચી અને પોલીસ પાર્ટીનું કિડનેપિંગ કોણે કર્યું હશે.?’ તોમારે પૂછ્યું.

‘હું અને લીલી બંને અંધારામાં છીએ.’ ડીકેએ કહ્યું. તોમારે ચાનો છેલ્લો ઘૂંટડો ભર્યો.

‘ડીકે, થેન્ક યુ ફોર યોર ટાઇમ. અને હાં, હવે પછીના ચોવીસ કલાક તમે હાઉસ અરેસ્ટ છો. બહાર અમારો પહેરો રહેશે.’


તોમાર ઓફિસે પહોંચ્યા ત્યારે એમની કેબિનમાં બલદેવરાજ ચૌધરી, અભિમન્યુ સિંહ, કુમાર અને શબનમ બેઠાં હતાં. સાઇડમાં મુકેલી એક ખુરસી પર રાંગણેકર ખોળામાં ફાઇલ લઇને બેઠા હતા.
તોમાર પ્રવેશ્યા કે તરત જ બધા ઊભા થઇ ગયા.

‘લીલી પટેલનું ઇન્ટ્રોગેશન થઇ ગયું.?’ એમણે શબનમને પૂછ્યું.

‘હા સર, તમે કહ્યું એ મુજબ એને મેં.’
‘ઠીક છે..’ તોમારે ઇશારો કરીને એને ચૂપ કરી.

‘બોલો.’ તોમારે બધાની સામે જોતા કહ્યું.
‘સર, હાઇ વે કેસમાં સંડોવાયેલા બધાનું ઇન્ટ્રોગેશન ઓન રેકોર્ડ કરી લીધું છે. અમારે કેટલીક બાબતોની ચર્ચા કરવી છે તમારી સાથે…જેને આધારે આગળ ઉપરના એક્શન્સ લઇ શકાય.’ રોના ચીફ બલદેવરાજે કહ્યું.

‘ગો અહેડ..’ તોમારે કહ્યું.

‘સર, એ તોફાની વરસાદવાળી રાતે લીલાસરી પોલીસ ચોકીની પોલીસ ટીમે જ પૈસાથી ભરેલી બેગ કબજે કરી હતી એના બે સજજડ પુરવા છે.’
એટલું બોલીને અભિમન્યુ સિંહે કુમારને સાઇડમાં મૂકેલી પૈસા ભરેલી બેગ આગળ લાવવા કહ્યું અને રાંગણેકરને ઝીપર આપવા કહ્યું.

‘સર, આ ઝીપર રાંગણેકરને કારની ડીકીમાંથી મળી આવી હતી..’ એમણે બેગની ચેઇન ખોલવા ઝીપર ભરાવીને બતાવ્યું.

‘અને બીજો પુરાવો અનવરના કપડાં પરથી મળી આવેલો વાળ…જે ફોરેન્સિક રિપોર્ટમાં સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલનો હોવાનું રાંગણેકરે પુરવાર કર્યું છે….આ રહ્યો એ રિપોર્ટ.’ એમણે રાંગણેકરને ઇશારો કરીને ફાઇલ તોમારના ટેબલ પર મુકવા કહ્યું.

‘પૈસાની બેગનું ખાલિસ્તાની મૂવમેન્ટ સાથેનું કનેક્શન શું છે.?’ તોમારે પૂછ્યું.

‘સર, એ પૈસા ખાલિસ્તાની મૂવમેન્ટ માટે જ ગુજરાતથી મુંબઇ અને મુંબઇથી દિલ્હી અવસ્થી મારફતે દિલ્હી સીએમને પહોંચાડવાના હતા…જેમાં ગ્રંથિ અને ઇમામનો રોલ મોટો હતો…..જગ્ગી દા ઢાબાવાળા જગ્ગીએ પણ ભંડોળ આપેલું…ઢાબા ઉપરાંત એનો ડ્રગ્સનો ધંધો પણ ધમધોકાર ચાલે છે. સતિન્દર સિંહનો એ ફ્રેન્ડ પણ છે. ખેર, એ રાતે ખેલ ખેલમાં ટાઇમપાસ કરવા લીલાસરી પોલીસ ચોકીની ટીમે હાઇ વે પર ગેરકાયદે ચેકિંગ કર્યું અને એમના સારા નસીબે અનવર પકડાયો ને એમને હાથ લાગી પૈસા ભરેલી બેગ…હકીકતમાં નાનકડી પોલીસ ચોકીની પોલીસનું કામ હાઇ વે પર ગાડીઓ ચેક કરવાનું છે જ નહીં…સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમારની દાનત પૈસા જોઇને બગડી. ઉદયસિંહ પણ જગ્ગી સાથે ડ્રગ્સનો ધંધો કરતો. પોતે સિનિયર હોવાને નાતે જોર જમાવીને…પૈસાના ચાર સરખા ભાગ પાડવાની લાલચ આપીને ઉદયસિંહે બાકીના ત્રણેયને મજબૂર કર્યા. હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલ અને હવાલદાર કનુભાના નિવેદનમાં એકસરખું ઉદયસિંહનું નામ જ આવ્યું છે.’ બલદેવરાજ સહેજ અટક્યા.

‘તમે કદાચ લીચી પટેલના ખાલિસ્તાની કનેક્શનને નજરઅંદાજ કરી રહ્યા છો.’ તોમારે કહ્યું.

‘સર, લીચીનું કોઇ ખાલિસ્તાની કનેક્શન છે જ નહીં…કેનેડામાં બેસીને ખાલિસ્તાની ત્રાસવાદ ફેલાવનારો સતિન્દર સિંઘ એનો બાયોલોજિકલ ફાધર છે….માત્ર આ જ એનું કનેક્શન છે. એક મોઢે ચડાવેલો છેલબટાઉ છોકરો વડાદરા એના કાકાને ત્યાં આવે…..એની દૂધની ડેરીએ દૂધ લેવા આવતી છોકરી લીલીને પ્રેમજાળમાં ફસાવે એની સાથે લગ્ન કરે એને પંજાબના એના ગામ લઇ જાય…સતિન્દર અને એનો ભાઇ તજિન્દર કબૂતર બનીને કેનેડામાં ઘૂસી જાય…સતિન્દરે ક્યારેય લીલીને બોલાવી નહીં…પ્રેગ્નન્ટ લીલીએ સતિન્દરે વાવેલા બીજને ઉછેરીનો મોટું કર્યું…. એ બીજ ત્રાસવાદીનું જરૂર છે, પણ લીચી ત્રાસવાદી નથી. સર, હાઇ વે પરની ઘટનાની આ ફિલ્મી વાર્તા બે ટ્રેક પર ચાલે છે. એક ટ્રેકમાં પૈસાની બેગ જપ્ત થઇ અને બીજા ટ્રેકમાં એ પૈસા ખાલિસ્તાની મૂવમેન્ટના નીકળ્યા. કેવો વિચિત્ર યોગાનુયોગ. જેની કદાચ ચારમાંથી એકેય પોલીસને ખબર નહતી.’ તોમાર જુસ્સાભેર બોલી ગયેલી શબનમને એકટશે જોયા કરતા હતા…બધા દંગ રહી ગયા. ઇન્ટરકોમની બેલ વાગી. કોલ કરનારી
સેક્રેટરીએ એમને બાજુની રૂમમાં આવવા કહ્યું.

‘ઓકે..’ કહીને એ બાજુની રૂમમાં ગયા. સેક્રેટરીએ એમને હેડફોન આપ્યા.

‘લીલી, તું અહીં? અત્યારે.? કેવી રીતે..ક્યાંથી?’ તોમારને ડીકેનો અવાજ સ્પષ્ટ સંભળાયો.

‘બલદેવરાજ અને શબનમે આ સરનામે મોકલી આપી….મને ખબર નહીં કે આ તમારું ઘર હશે.’
‘પૈસાની બેગ અને તું યોગ્ય જગ્યાએ પહોંચી ગયા છો.’

ડીકે, મને લીચીની ચિંતા થાય છે. એ પૈસાની બેગ ઘરમાં લાવી ત્યારથી મુસીબત આવી પડી છે. એને કોણ ઉપાડી ગયું હશે.?

‘લીલી, વહેલી કે મોડી જીત સત્યની થાય છે.’ સાંભળીને તોમારે હેડફોન ઉતારીને આપ્યા ને ફરી કેબિનમાં ગયા.

‘સોરી…શબનમ, અગર ઉદયસિંહની નિયત બગડી તો પૈસાની બેગ એણે પોતાની પાસે કેમ ન રાખી.?’

‘સર, એનો જવાબ હું આપું છું.’ કુમાર બોલ્યો. કનુભા અને પાટીલે ઓન રેકોર્ડ કહ્યું છે કે ઉદયસિંહે પૈસાની બેગ ચાલાકીપૂર્વક લીચીના ઘરે મુકાવી હતી…..એના પર સિનિયર તરીકેની બળજબરી બતાવીને….સર, એટલું જ નહીં ઉદયસિંહે લીચી પર મહેન્દરસિંઘ બસરા અને પત્રકાર અમન રસ્તોગીના મર્ડર કરવાનું દબાણ પણ કર્યું હતું…એણે પાટીલ પાસે રસ્તોગીને મળવા આવવા માટે ફોન પણ કરાવ્યો હતો. એ મળવા આવે ત્યારે એનું મર્ડર કરવાનો પ્લાન હતો. આ વાતનો ખુલાસો રસ્તોગી જ કરી શકે. કુમારે કહ્યું. તોમારે અભિમન્યુ સિંહની સામે જોયું.
‘સર, ઇન સમટાઇમ વી વિલ ગેટ હિમ હિઅર…ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરીએ.’


અમન રસ્તોગીના ફ્લેટની બેલ વાગી. રાધિકાએ દરવાજો ખોલ્યો.
અમન રસ્તોગી હૈ.
‘જી આપ કૌન.?’

તરત જ એને આઇડી બતાવાયું. રાધિકાએ ઝટથી પ્લીઝ કમ ઇન કહ્યું.
‘અમન, યુ હેવ એ સ્પેશ્યલ ગેસ્ટ.’ અમન બહાર આવ્યો.

આઇડીની જગ્યાએ હાથ લંબાયો.‘આઇ એમ નીલ ફર્નાન્ડીસ ફ્રોમ ઇન્ટેલિજન્સ બ્યુરો.’
‘પ્લીઝ હેવ એ સીટ.’
‘હમેં પ્રાઇવેટ મેં કૂછ બાત કરની હૈ.’
અમને રાધિકાની સામે જોયું. રાધિકા ફર્નાન્ડીસની સામે જોતી અંદર ચાલી ગઇ.

‘હાઇ વે કેસ કે બારે મેં આપ જો છાપતે હો વો હમને પઢા હૈ….સોરી પઢતે હૈ.’
‘જી, થેન્ક યુ.’
‘લીલાસરી પોલીસ ચોકી કે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહને આપકો મિલને કે લિયે હેડ કોન્સ્ટેબલ પાટીલ સે ફોન કરવાયા થા.?’
‘હાં.’ રસ્તોગીએ કહ્યું.

‘કોલ મોબાઇલ પર આયા હોગા.’
‘નહીં… પહેલીબાર લેન્ડલાઇન પર આયા થા….દૂસરી બાર શાયદ મોબાઇલ પર આયા થા.’ રસ્તોગી મોબાઇલ સ્ક્રોલ કરવા લાગ્યો. ઉદયસિંહના નંબર પર અટક્યો.
‘યે દેખિયે…ઉદયસિંહ…ઇસ દિન કોલ આયા થા.’
‘પાટીલ ને ક્યા બાત કી થી.?’

‘ઉદયસિંહ મિલના ચાહતે હૈ….જગહ ઔર ટાઇમ બતાયેંગે.’
‘ક્યું મિલના ચાહતે થે યે નહીં બતાયા.?’
‘નહીં.’

‘ઔર મોબાઇલ પર ઉદયસિંહ સે ક્યા બાત હુઇ.?’
‘ઉન્હોને ભી મિલને કી બાત કી. મૈને કહા….પાટીલ કા ફોન આયા થા. બોલો કબ- કહાં મિલના હૈ. ઉસને કહા કી લીચી પટેલ તય કરેંગી..તબ મિલના હૈ.’
‘તુમ લીચી કો કભી મિલે હો.?’
‘હાં, એકબાર…ઇસ કોલ સે પહેલે.’
‘ક્યા બાત હુઇ?’

‘મૈને ઉસસે યે જાનને કી કોશિશ કી કિ કાર મેં એસા ક્યા થા. જિસ કે કારન કી ડ્રાઇવર અનવર કી મૌત હુઇ…કાર મહારાષ્ટ્ર કી બોર્ડર મેં ઝાડીઓં મેં મિલી. વો મુઝે ઓવરસ્માર્ટ લગી. શાયદ નઇ નઇ ઇન્સ્પેક્ટર બની હૈ. બાદ મેં મૈંને ઉનકો હિન્ટ દી કી હાઇ વે પર ચેકિંગ કરનેવાલી ટીમ મેં એક લેડી પોલીસ ઇન્સ્પેક્ટર થી…તબ વો થોડી હિલ ગઇ.’
‘તુમ કો કૈસે પતા ચલા કી ટીમમેં એક લેડી પોલીસ ઇન્સ્પેક્ટર થી.?’

‘સર, યે મૈં અભી નહીં બતા સકતા….યે મેરા સોર્સ હૈ…લેકિન બહુત જલ્દ
યે સોર્સ સબ કે સામને આ જાયેગા.’
સાંભળીને ફર્નાન્ડીસ સહેજ હસ્યો. ‘થેન્ક યુ મિ રસ્તોગી…ઔર એક બાત. હમારી ઇસ મુલાકાત કે બારે મેં કલ કે અખબાર મેં કૂછ છપના નહીં ચાહિયે. મૈં તુમ્હે બ્લાસ્ટિંગ ન્યુઝ દુંગા..વેઇટ ફોર માય કોલ.’
હવે રસ્તોગી સહેજ હસ્યો. શેક હેન્ડ થયા. નીલ ફર્નાન્ડીસ ગયો.
રાધિકા બહાર આવી.

મારે કાંઇ જાણવા જેવું છે.? એણે પૂછ્યું.
‘ના..’ એમને કહ્યું.
‘તો મારે કાંઇ ચિંતા કરવા જેવું છે.?’
‘બિલકુલ નહીં.’ (ક્રમશ:)

પત્રકાર-લેખક અનિલ રાવલની કલમે ક્રાઈમ સીનમાં નવી સસ્પેન્સ નવલકથા ટૂંક સમયમાં….!
ફિલ્મની પટ્ટી પર

સરકતું રહસ્ય

જોતા રહો રવિવાર ઉત્સવ પૂર્તિ ક્રાઈમ સીન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button