સ્પોર્ટસ

સુરતનો હરમીત દેસાઈ પહેલી જ ઑલિમ્પિક્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો

પૅરિસ: ટેબલ ટેનિસનો ભારતનો ટોચનો ખેલાડી હરમીત દેસાઈ શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સના પ્રથમ રાઉન્ડમાં જોર્ડનના ઝૈદ અબો યમનને 11-7, 11-9, 11-5, 11-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.
હરમીતની આ પહેલી જ ઑલિમ્પિક્સ છે અને વિશ્ર્વમાં 538મી રૅન્ક ધરાવતા ઝૈદ સામે જીતવામાં તેને ખાસ કોઈ મુશ્કેલી નહોતી પડી. આ મૅચ બરાબર 30 મિનિટ ચાલી હતી. 31 વર્ષના હરમીતે 2018 અને 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

આ પણ વાંચો: Paris Olympics 2024ના ઐતિહાસિક, અકલ્પનીય સમારોહે આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી

હરમીત ઘણા વર્ષોથી ઑલિમ્પિક્સમાં સ્થાન પામવા મહેનત કરી રહ્યો હતો અને આ વખતે તેની મહેનત રંગ લાવી રહી છે. તે ઑલિમ્પિક્સને બાદ કરતા બીજી બધી મોટી ઇન્ટરનૅશનલ સ્પર્ધાઓમાં રમી ચૂક્યો છે.

ભારતનો પીઢ ટી.ટી. ખેલાડી શરથ કમલ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. શુક્રવારે ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય સંઘની તિરંગા સાથે આગેવાની સંભાળવામાં પી. વી. સિંધુ સાથે શરથ કમલ પણ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button