આપણું ગુજરાતનેશનલ

વિદેશની ઘેલછા : અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા 150 ગુજરાતીઓ ઝડપાયા

નવી દિલ્હી: ગુજરાતીઓમાં વિદેશને ઘેલછા એટલી છે કે જેને લઈને તેઓ અનેક સમસ્યાના ભોગ બની રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર એવો જ બનાવ બન્યો છે. અમેરિકામાં ઘૂસવા જતાં 150 જેટલા ગુજરાતીઓ ઝડપાયા છે. જો કે આ ઘટના એક અઠવાડિયા પહેલાંની છે કે જેમાં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘૂસવા જતા અંદાજે 150 જેટલા ગુજરાતીઓ ઝડપાયા છે.

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર લગભગ એકાદ મહિના પહેલા ઉત્તર ગુજરાતમાંથી લગભગ 150 થી ગુજરાતીઓ અમેરિકા જવા રવાના થયા હતા. તેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા અને ત્યાંથી ચાલીને જ મેક્સિકો પહોંચ્યા હતા અને ત્યાંથી મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા અને ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો : 1st Augustથી મહિનો જ નહીં, બીજું પણ ઘણું બદલાઈ રહ્યું છે, અત્યારથી જ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

યુરોપથી મેક્સિકો જવા માટે કાયદેસર રીતે ઓનઅરાઇવલ વિઝા કે પરમિટ લેવી પડે, પરંતુ આ લોકોએ કોઈપણ પરમિટ લીધી નહોતી. આ બધા લોકોએ પગપાળા જ મેક્સિકોમાં ઘૂસી ગયા બાદ એજન્ટોએ તેમના પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર મારી દીધાં હતાં. પાસપોર્ટમાં મેક્સિકો બોર્ડરના ડુપ્લિકેટ સ્ટિકર લગાવ્યાં હતા. આના માટે દિલ્હીના એજન્ટે પૈસા પડાવ્યા હતા.

ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા તમામ લોકોને હાલ અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. આઅ લોકોમાં અનેક દેશોના લોકોનો સમાવેશ થાય છે કે જેમાં ભારતના 150 થી વધુ ગુજરાતના છે. આ કેસ અસાયલમના બદલે ડોક્યુમેન્ટ સાથે ચેડાં કર્યાં હોવાથી તમામને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ડિપોર્ટ થઈને ભારત પહોંચશે તો બધા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button