નેશનલસ્પેશિયલ ફિચર્સ

1st Augustથી મહિનો જ નહીં, બીજું પણ ઘણું બદલાઈ રહ્યું છે, અત્યારથી જ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

દર મહિનાની પહેલી તારીખે કેટલાક સરકારી નિયમો કે પોલિસીમાં ફેરફાર કરવામાં આવતા હોય છે જેની અસર આમ આદમીના ખિસ્સા પર કે ડે ટુ ડે લાઈફમાં જોવા મળતી હોય છે. હવે ચાર દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને એની સાથે જ કેટલાક એવા મહત્ત્વના ફેરફારો પણ થવા જઈ રહ્યા છે જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. ચાલો તમને જણાવીએ કયા છે આ નિયમ અને શું-શું બદલાઈ રહ્યું છે નવા મહિનામાં-

LPG Gasની કિંમતમાં થશે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. કમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતો 1 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે અને અહીંયા તમારી જાણ માટે કે ગયા મહિને સરકાર દ્વારા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો આ વખતે પણ સરકાર દ્વારા આવો જ કોઈ નિર્ણય લેવામાં આવશે, એવી આશા સેવાઈ રહી છે.

HDFC Credit Cardના નિયમ બદલાશે
પહેલી ઓગસ્ટથી એચડીએફસી બેંક (HDFC Bank)નું ક્રેડિટ કાર્ડ વાપરનારા ગ્રાહકો માટે આ નિયમ જાણી લેવો ખૂબ જ મહત્વનો છે. આ નિયમમાં અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન જેવા જે ભાડું, એજ્યુકેશન, યુટિલિટી બિલ ભરવા માટે થર્ડ પાર્ટી એપ પરથી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનને પણ આવરી લેવામાં આવ્યા છે.

પહેલી ઓગસ્ટથી ક્રેડ, પેટીએમ, ચેક, મોબીક્વિક અને ફ્રીચાર્જ જેવી થર્ડ પાર્ટી એપની મદદથી એચડીએફસી બેંકના ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરીને થતાં તમામ ટ્રાન્ઝેક્શન પર એક ટકાનો ચાર્જ વસુલવામાં આવશે અને આ આ ચાર્જ પ્રતિ 3000 રૂપિયા સુધી સીમિત રહેશે. આ ઉપરાંત 50થી ઉપરના યુટિલિટી ટ્રાન્ઝેક્શન, 15,000થી વધુના ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર પણ એક ટકાનો ચાર્જ આપવો પડશે. આ સાથે સાથે જ એચડીએફસી બેંક ક્રેડિટ સ્ટેટમેન્ટ માટે રિવોર્ડ પોઈન્ટ રીડિમ કરવા પર 50 રૂપિયા સુધીનો ચાર્જ વસુલવામાં આવે છે. જો તમને આ રિડેમ્પશન ચાર્જથી બચવું છે તો પહેલી ઓગસ્ટથી પહેલાં જ તમારે તમારા પોઈન્ટ રિડીન કરી લેવા જોઈએ.

Google Mapએ પણ ભારતમાં નિયમમાં થશે ફેરફાર
ગૂગલ મેપ્સ (Google Maps)એ ભારતમાં તેના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે 1 ઓગસ્ટ, 2024થી સમગ્ર દેશમાં લાગુ થશે. કંપનીએ ભારતમાં તેની સેવાઓ માટેના શુલ્કમાં 70 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ સાથે, ગૂગલ મેપ હવે તેની સેવાઓ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પૈસા લેશે. જો કે, આ ફેરફાર સામાન્ય વપરાશકર્તાઓને અસર કરશે નહીં કારણ કે તેમના માટે કોઈ વધારાના શુલ્ક લાદવામાં આવ્યા નથી.

ઓગસ્ટમાં આટલા દિવસ બેંક રહેશે બંધ
લાસ્ટ બટ આવતા મહિને આવનારા બેંક હોલિ-ડેની યાદી વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. તેમાં બધા રવિવાર, બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. શનિ-રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહેશે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 19મી ઓગસ્ટે રક્ષાબંધન અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે પણ દેશભરના અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker