ફિલ્મી દુનિયા છોડી ક્યાં ગઈ અને શું કરે છે અક્ષય કુમારની સાળી Musmus Suhasi girl ?
અભિનેતા Akshay Kumarની સાળીને ઓળખો છો. ટ્વિન્કલ ખન્નાની બહેન અને ડિમ્પલ કપાડીયા અને રાજેશ ખન્નાની દીકરી રિંકી ખન્નાની વાત કરી રહ્યા છીએ. આજે આ અભિનેત્રીનો જન્મદિવસ છે, પણ ફિલ્મી પરિવારમાં જન્મેલી આ હીરોઈન ફિલ્મી દુનિયા છોડી ક્યા જતી રહી કોઈને ખબર જ નથી.
27 જુલાઈ, 1977ના રોજ જન્મેલી ખન્ના પરિવારના આ બીજા સંતાને પણ ફિલ્મી દુનિયામાં પગ તો મૂક્યો પણ બહેન ટ્વિન્કલ ખન્નાની જેમ તે પણ ખાસ સફળતા મેળવી શકી નહીં. રિંકીની કરિયરની શરૂઆત પ્યારમે કભી કભી ફિલ્મથી થઈ હતી. આ ફિલ્મનું ગીત મુસમુસ સુહાસી…ખૂબ જ લોકપ્રિય થયું હતું અને આજે પણ લોકો સાંભળે છે.
આ પણ વાંચો: Akshay Kumarની દીકરી નિતારાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યું આવું રિએક્શન…
ત્યારબાદ રીંકીએ ગોવિંદા સાથે જીસ દેશમે ગંગા રહેતા હૈ…માં કામ કર્યું. આ ફિલ્મમાં પણ ઉસને બોલી કેમ છે…ગીત ભારે ચગ્યું, પણ રિંકીની કરિયરમાં કઈ ઉમેરો કરી શક્યું નહીં. રિંકીએ માત્ર 9 ફિલ્મમાં કામ કર્યું ને પછી ફિલ્મી દુનિયાને બાય બાય કરી દીધું.
રિંકીએ બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા અને 2003માં કપલ લંડન રહેવા ચાલ્યું ગયું. ત્યારબાદ રિંકીએ નાઓમિકા નામની દીકરીને જન્મ આપ્યો. આ નાઓમિકા પણ હવે મોટી થઈ ગઈ છે અને નાની ડિમ્પલની જેમ જ મોહક અને સુંદર લાગે છે.
રિંકી સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી, પરંતુ નાઓમિકા છે ને તેનાં લીધે લોકોને ફરી રિંકીનો ચહેરો જોવા મળ્યો છે. રિંકી આજે 47 વર્ષે પણ એટલી જ સુંદર લાગે છે.
તમે પણ જૂઓ મુસમુસ સુહાસી ગર્લને…