શાબાશ ટ્રાફિક તંત્ર, ભાજપ ઉપાધ્યક્ષ ની ગાડી કરી ડીટેન
રાજકોટ શહેરમાં હાલ ટ્રાફિક બ્રાન્ચ તરફથી ડ્રાઇવ ચાલે છે તે સંદર્ભે કિસાનપરા ચોકમાં તંત્ર દ્વારા કાળા કાંચ નંબર પ્લેટ તથા અન્ય દસ્તાવેજો સંદર્ભે ગાડીઓનું ચેકિંગ ચાલુ હતું ત્યારે ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષ લખેલી એક કાર જેમાં કાળા કાચ પણ હતા અને નંબર પ્લેટ પણ ન હતી તે ધ્યાનમાં આવતા કારને ડીટેઇન કરવા માટે કાર્યવાહી કરવામાં આવી પરંતુ તે દરમિયાન ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા તંત્ર પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો ડીસીપી પૂજા યાદવ કાયદા પર અળગ રહ્યા હતા અને કારને ડીટેઇન કરી હતી.
હાજર રહેલા લોકો પોલીસની આ કામગીરીની સરાહના કરતા હતા અને ચર્ચા રહ્યું હતું કે આ લોકોને કોઈ કહેવા વાળું નથી પરંતુ તંત્ર કડક થાય તો કાયદા વિરુદ્ધ કોઈ પણ જઈ શકે નહીં.
આ પણ વાંચો: રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેનો નાશ કરવામાં આવ્યો
રાજકોટમાં,શહેરના કિશાન પરા ચોક ખાતે રાજકોટ ટ્રાફિક પોલીસની ચાલી રહેલી ડ્રાઇવ દરમ્યાન બીજી બાજુ ચાલી રહેલ રાજકોટ શહેર ભાજપના કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ જ ફૂલ કાળા કાચ,તેમજ નંબર પ્લેટ વગરની કાર લઇ ને નીકળી પડતાં ટ્રાફિક પોલીસની ચાલી રહેલ ડ્રાઇવમાં ઝડપાઈ ગયા ત્યારે સત્તાધારી પક્ષ તરીકે ભાજપએ સૌથી પહેલા નિયમોનું પાલન કરવું જોઈએ.
પરંતુ જે રીતે અધિકારીઓ સાથે દલીલ થતી હતી તે મુજબ તેને અને નિયમોને ક્યાં કોઈ લાગે વળગે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ ઘટનામાં મીડીયા કર્મી સામે જ ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ ની ગાડી ડીટેઈન કરવી પડી હતી.