મનોરંજન

હવે અંબાણી પરિવાર લંડનમાં મચાવશે ધૂમ, 2 મહિના માટે 7-સ્ટાર હોટેલ કરી બુક

જુલાઈ મહિનામાં અનંત-રાધિકાનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન, હલ્દી અને મહેંદી સેરેમની થઈ અને પછી સંગીત સેરેમની પણ યોજાઇ હતી. લગ્નની ઉજવણીનો દરેક પ્રસંગ અદ્ભુત હતો. અંબાણીના લગ્નમાં ફિલ્મી હસ્તીઓથી લઈને રમતગમત, રાજનીતિ અને બિઝનેસ જગતના લોકપ્રિય મહાનુભાવોએ હાજરી આપી હતી.

મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે લંડનમાં પણ ઉજવાશે! એવા અહેવાલ છે કે મુકેશ અંબાણીએ લંડનની 7-સ્ટાર હોટેલ સ્ટોક પાર્ક સપ્ટેમ્બર સુધી બુક કરાવી છે, જેથી અહીં લગ્નની વધુ વિધિઓ ઉજવી શકાય.

અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ પ્રખ્યાત સ્ટોક પાર્ક એસ્ટેટની લીઝ 2021માં 5.70 કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 614 કરોડ)માં મેળવી હતી. આ હોટેલમાં અનેક ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટ છે. આ હોટેલમાં જેમ્સ બોન્ડની બે ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. 300 એકરની આ હોટેલને રિનોવેશન માટે બંધ કરી દેવામાં આવી હતી. આ હોટેલ જાહેર જનતા માટે બંધ છે, પરંતુ અંબાણી પરિવારના સભ્યો માટે ખુલ્લી છે.

અહીંની શાનદાર ઉજવણીમાં યુકેના પૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ટોની અને ચેરી બ્લેર ઉપરાંત પ્રિન્સ હેરી પણ આવશે એમ જાણવા મળ્યું છે.

જોકે, યુકેમાં અનંત-રાધિકાની પોસ્ટ વેડિંગ સેરેમનીની ચર્ચા બાદ યુકેની આ 7સ્ટાર હોટેલે પણ સ્પષ્ટતા કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટોક પાર્કમાં અમે સામાન્ય રીતે ખાનગી બાબતો પર ટિપ્પણી કરતા નથી, પરંતુ તાજેતરના મીડિયા અનુમાનના પ્રકાશમાં અને ચોકસાઈના હિતમાં અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ ઉનાળામાં એસ્ટેટમાં કોઈ લગ્ન સમારંભો થઈ રહ્યા નથી કોઈ યોજના નથી.

જોકે, અંબાણી પરિવારને આવડી મોટી હોટેલને બે મહિના માટે બુક કરવાનું બીજું શું કારણ હશે તે જાણવા નથી મળ્યું. તેથી હાલમાં તો એમ જ માનવામાં આવે છે કે ઇન્ડિયા બાદ હવે અંબાણી પરિવાર લંડનમાં અનંત-રાધિકાના લગ્નની શાનદાર ઉજવણી કરશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button