મેટિની

હવે ટૉલીવૂડ, કોલીવૂડ અને બૉલીવૂડના સ્ટાર્સ એક સાથે જોવા મળશે?

કલ્કિની અદ્ભુત સફળતાથી પ્રેરાઇને બૉલિવૂડ અને સાઉથના મોટા સિતારાઓને સાથે લઇને ફિલ્મો બનાવવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે

વિશેષ -પ્રથમેશ મહેતા

‘કલ્કિ ૨૮૯૮ એડી’ -ફિલ્મે રજૂ થયાના બે જ અઠવાડિયામાં વિશ્ર્વભરમાં ૧૦૦૦ કરોડની કમાણી કરીને લાંબા સમયથી સૂની પડેલી બૉક્સઑફિસની રોનક પાછી લાવી દીધી છે. આ ફિલ્મની હિન્દી ડબ વર્ઝનની કમાણી પણ ૨૫૦ કરોડની નજીક પહોંચી ગઇ છે. આ રીતે આ વર્ષે સહુથી વધુ કમાણી (૧૯૯ કરોડ) કરનાર રિતિક રોશનની ‘ફાઇટર’ ફિલ્મને પણ પાછળ રાખી દીધી છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે પહેલા સપ્તાહના અંતે જ દોઢ કરોડ લોકોએ આ ફિલ્મ જોઇ લીધી હતી. જ્યારે પઠાણ અને જવાન જેવી ફિલ્મોને મહિનામાં સાડાત્રણથી ચાર કરોડ દર્શકો મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ના પહેલા છ મહિના દરમ્યાન
બૉક્સ ઑફિસ પર ૨૦૦ કરોડની ક્લબમાં કોઇ ફિલ્મે એન્ટ્રી મારી
ન હતી. જોકે, પૌરાણિક વાર્તાને હૉલીવૂડના અંદાજમાં રજૂ કરાયેલી પ્રભાસની કલ્કિએ આ રેકોર્ડને તોડી દીધો છે. હાલ તો કલ્કિનો
રેકૉર્ડ તોડે એવી કોઇ ફિલ્મ નજર નથી આવી રહી ત્યારે બધાની
નજર એના પર છે કે શું આ ફિલ્મ ૩૦૦ કરોડની ક્લબમાં પણ
પ્રવેશી શકશે?

સાઉથ અને બૉલિવૂડનો સંગમ વખણાઇ રહ્યો છે
કલ્કિ ફિલ્મમાં હીરો તરીકે પ્રભાસ હતો, પરંતુ ચિરંજીવી અશ્ર્વત્થામાનો રોલ ભજવનાર બૉલીવૂડના શહેનશાહ અમિતાભની ભૂમિકાના પણ ભારોભાર વખાણ થયા હતા. આ ઉપરાંત કમલ હાસન અને દીપિકા પાદુકોણના ઓછા સીન હોવા છતાં તેમનું કામ લોકોને પસંદ આવ્યું હતું. ૬૦૦ કરોડના અધધ.. બજેટમાં બનેલી આ ફિલ્મમાં નિર્માતાઓએ જે રીતે સાઉથ અને બૉલીવૂડના કલાકારોનો સંગમ કર્યો તે ઇન્ડસ્ટ્રીમાં ઘણાને પસંદ આવ્યો છે.

આ અગાઉ રાજામૌલીએ ફિલ્મ આરઆરઆરમાં તેલુગુ સ્ટાર રામચરણ અને જુનિયર એનટીઆર સાથે અજય દેવગણ અને આલિયા ભટ્ટને મોકો આપ્યો હતો જ્યારે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સાથે નાગાર્જુને પણ અભિનય કર્યો હતો. એવું ચર્ચાઇ રહ્યું છે કે ફિલ્મ ‘જવાન’ના ડાયરેક્ટર એટલી ટૂંક સમયમાં જ સલમાન ખાન અને સુપરસ્ટાર રજનીકાન્તને સાથે લઇને ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. એ પણ ચર્ચાઇ રહ્યું છે કે તેમાં બીજા મોટા બૉલીવૂડ અને સાઉથના સ્ટાર્સને સામેલ કરવાની કોશિશ થઇ રહી છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button