કોણ મારવા માંગે છે Salman Khan અને એના પરિવારને? ખુદ કર્યો ચોંકાવનારો ખુલાસો…
મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Bollywood Superstar Salman Khan)ના બાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલી ફાઈરિંગ કેસમાં મુંબઈ પાલોસી દ્વારા સલમાન ખાનનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટમાં સલમાન ખાને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ તેની હત્યા કરવા માંગે છે. આવો જોઈએ બીજું શું કહ્યું છે સલમાન ખાતે પોતાના સ્ટેટમેન્ટમાં…
મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આપેલા સ્ટેટમેન્ટમાં સલમાન ખાને જણાવ્યું હતું કે હું એક પ્રોફેશનલ ફિલ્મસ્ટાર છું અને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લાં 35 વર્ષથી કામ કરી રહ્યો છું. બાંદ્રા બેન્ડસ્ટેન્ડ ખાતે આવેલા મારા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે અનેક વખત મારા ફેન્સ અને વેલવિશર્સની ભીડ થાય છે. એમને મળવા માટે હું મારા એપાર્ટમેન્ટની પહેલાં માળની બાલ્કનીમાંથી એક હાથ વેવ કરું છું. આ સિવાય હું મારા પરિવાર અને મિત્રો સાથે પણ આ બાલ્કનીમાં સમય પસાર કરતો રહું છું.
આ પણ વાંચો : અભિનેતા સલમાન ખાનને શૂટિંગના સ્થળે ગોળી મારવાની યોજના હતી: આરોપનામામાં ખુલાસો
2022માં મારા પિતાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. એ સમયે મારા પિતા સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો જેમાં મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ 2023માં મારી ઓફિશિયલ મેલ આઈડી પર મારી ટીમના એક એમ્પ્લોઈનો મેલ આવ્યો હતો જેમાં લોરેન્સ બિશ્નોઈ તરફથી મને અને મારા પરિવારને ધમકી આપવામાં આવી છે. એ સમયે પણ મારી ટીમે બાંદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, એવું સલમાને પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું.
સલમાને 14મી એપ્રિલ, 2024ના થયેલા ફાઈરિંગ કેસ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે 14મી એપ્રિલના પણ મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતે પણ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. મને એવું પણ જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને એના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ કરીને આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પહેલાં પણ લોરેન્સ બિશ્નોઈએ અને ગેન્ગે એક ઈન્ટરવ્યુમાં મને મારા પરિવારને મારવાની વાત કહી હતી.