આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર અને દેશવાસીઓનું દિલ જીતનારું બજેટ

નાયબ મુખ્ય પ્રધાન Ajit Pawarએ કરી બજેટની પ્રશંસા
મુંબઈ:
બજેટ પર વિપક્ષની ટીકા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના બંને નાયબ મુખ્ય પ્રધાનો દ્વારા Budgetની ભારોભાર પ્રશંસા કરવામાં આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અજિત પવારે પણ બજેટને લોકહિતનું ગણાવ્યું હતું.

પવારે બજેટ વિશે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડા પ્રધાન Narendra Modiના નેતૃત્વ હેઠળ સતત ત્રીજી વખત સત્તામાં આવેલી એનડીએ સરકારનું પહેલું બજેટ મહારાષ્ટ્ર અને દેશવાસીઓનું દિલ જીતનારું ઠર્યું છે.

મધ્યમવર્ગીય અને નોકરદાર વર્ગની આશા-આકાંક્ષી પૂરી કરનારું, ખેતી આરોગ્ય, વેપાર, શિક્ષણ, ઉદ્યોગ, સહકાર, સ્વયં રોજગાર, આ બજેટ છે. આ બજેટ વિજ્ઞાન સંશોધન, કોશલ્ય વિકાસ, સામાજિક ન્યાય, મહિલા સશક્તિકરણ એવા તમામ ક્ષેત્રને બળ આપનારું, મજબૂત અને વિકસિત ભારતનું પાયો નાંખનારું અને ભારતને વિશ્ર્વશક્તિ એટલે કે ગ્લોબલ પાવર બનાવવાના રસ્તે લઇ જનારું છે.

આ પણ વાંચો: ઓડિશાથી બિહાર સુધીના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો

પવારે ગ્રામીણ અને શહેરી વિકાસમાં સમન્વય સાધનારા તેમ જ વંચિત, પછાત અને અલ્પસંખ્યક ઘટકોને વિકાસના માર્ગે લઇ જનારું બજેટ રજૂ કરવા બદલ નિર્મલા સીતારમનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

કૃષિ ક્ષેત્રને 1.52 લાખ કરોડની ફાળવણી, કૃષિ ક્ષેત્ર માટે ડિજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન થાય તેના માટે પ્રચાર પ્રસારની જોગવાઇ કરી ખેડૂતોને બળ આપવું એ સૌથી વધુ મહત્ત્વનું હોવાનું પવારે જણાવ્યું હતું.

ગરીબ કલ્યાણ યોજનાની મુદત પાંચ વર્ષ વધારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના 80 કરોડ લોકોને અન્ન સુરક્ષા આપી હોવા બદલ પણ આનંદ અને આભાર પવારે વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button