નેશનલ

51 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિમણૂક પત્રનું વિતરણ કર્યું

આજે મંગળવારની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ યુવાનોને અલગ-અલગ વિભાગોમાં સરકારી નોકરી આપવામાં આવી છે. 46 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.

જે મંગળવારે આયોજિત રોજગાર મેળા અંતર્ગત દેશના અનેક ક્ષેત્રોના યુવાનોને 51 હજાર નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની ભરતી ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પણ ભરતી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુવાનોએ સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે અને આ સફળતાનું ઘણું મહત્વ છે. તેમણે કહ્યું કે આ વખતે નવનિયુક્ત ઉમેદવારોમાં મહિલાઓ વધુ છે, જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા પણ ઝડપથી વધી રહી છે અને યુવાનો માટે ઘણી મોટી તકો આવશે.

51 હજારથી વધુ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નિમણુક આપવામાં આવી છે. પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઉર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય અને અન્ય વિભાગોમાં નવા નિયુક્ત નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.

આ નવમો રોજગાર મેળો હતો. 28 ઓગસ્ટ સુધી આઠ રોજગાર મેળાઓ હેઠળ કુલ 5.5 લાખથી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજની તારીખે એટલે કે 26મી સપ્ટેમ્બર સુધીમાં આ સંખ્યા 6 લાખથી થઇ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…