નેશનલ

કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને છેલ્લા ૫ વર્ષમાં સીએસએસ હેઠળ કેટલું ભંડોળ ફાળવ્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશને વિવિધ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૬૩,૦૦૦ કરોડથી વધુની રકમ જાહેર કરવામાં આવી હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યું હતું.

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (સીએસએસ) સહિત દરેક યોજનાઓ અને કાર્યક્રમો માટે નાણાં મંત્રાલય વિવિધ મંત્રાલયો અને વિભાગોને અંદાજપત્રીય પ્રક્રિયા દ્વારા ભંડોળની ફાળવણી કરે છે.

ત્યાર પછી સંબંધિત મંત્રાલય અને વિભાગ સંબંધિત યોજનાઓની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારોને સીએસએસ ફંડનો કેન્દ્રિય હિસ્સો રિલીઝ કરે છે અને રાજ્યોને અનુગામી રિલીઝ અગાઉ જાહેર કરાયેલા ભંડોળ માટે સામાન્ય નાણાકીય નિયમો (જીએફઆરએસ) મુજબ ઉપયોગિતા પ્રમાણપત્રો સબમિટ કરવા પર આધારિત છે.

આ પણ વાંચો: 147 રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી: એક વર્ષથી ફરાર કંપનીના પ્રોપ્રાઇટરની આંધ્ર પ્રદેશથી ધરપકડ

ચૌધરીએ જણાવ્યું હતું કે જે ભંડોળ વણવપરાયેલ રહે છે તે આગામી નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર અનુદાનમાં એડજસ્ટ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશને પણ ૨૦૧૯-૨૦થી ૨૦૨૩-૨૪ સુધી સીએસઅએસ હેઠળ ફંડ આપવામાં આવ્યું છે.

જે ૨૦૧૯-૨૦માં રૂ. ૧૧,૦૦૩.૬૦ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂ. ૧૨,૯૨૮.૬૯ કરોડ, ૨૦૨૧-૨૨માં રૂ. ૯,૬૯૬.૯૮ કરોડ, ૨૦૨૨-૨૩માં રૂ. ૧૬,૧૧૪.૯૪ કરોડ અને ૨૦૨૩-૨૪માં રૂ. ૧૩,૩૧૩.૭૭ કરોડ છે. અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર દરમિયાન ભ્રષ્ટાચારના આરોપો અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં ચૌધરીએ કહ્યું કે જો કેન્દ્ર સરકારને કોઇ ચોક્કસ માહિતી મળશે તો તે તેની તપાસ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…