મનોરંજન

બે દાયકાનો લગ્ન સંબંધ તોડી 14 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યો છે આ અભિનેતા, લગ્ન વિના બન્યો બે સંતાનનો પિતા

તમે આ બોલિવૂડ અભિનેતા વિશે વિચારમાં પડી જાઓ એ પહેલા જ જણાવી દઇએ કે આ અભિનેતાનું નામ છે અર્જુન રામપાલ. અભિનેતા અર્જુન રામપાલ તેના 21 વર્ષના લગ્નજીવનના અંત પછી એક આફ્રિકન મોડલ ગર્લ ફ્રેન્ડ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. બંને લગ્ન કર્યા વિના બે પુત્રોના માતા-પિતા પણ બની ગયા છે.

બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ તેના લુક્સની સાથે સાથે તેની એક્ટિંગને કારણે પણ ચર્ચામાં છે. બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત દરમિયાન, તેના શરીર સૌષ્ઠવ અને દેખાવની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેનું સૌથી મોટું કારણ એ હતું કે બોલિવૂડમાં આવતા પહેલા અર્જુન એક સુપર મોડલ હતો.

26 નવેમ્બર, 1972માં મધ્ય પ્રદેશના જબલપુરમા જન્મેલા અર્જુન રામપાલ પોતાનું શિક્ષણ પૂરું કરવા દિલ્હી ગયો હતો. ત્યાં ફેશન ડિઝાઇનર રોહિત બાલની નજર તેના પર પડી અને તેમણે તેને મોડેલિંગની તક આપી અને ત્યાંથી જ અર્જુનની મોડેલિંગની કારકિર્દી ચાલી નીકળી.

ત્યાર બાદ ડિરેક્ટર-પ્રોડ્યુસર રાજીવ રાયે અર્જુન રામપાલને મ્યુઝિક વીડિયો અને ફિલ્મમાં કામ આપ્યું અને બોલિવૂડને આ પ્રતિભાશાળી અભિનેતા મળ્યો. અર્જુનને 2008માં આવેલી ફિલ્મ ‘રોક ઓન’ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેઓ સ્ટાર નથી બની શક્યા. તેમણે 40 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

આ પણ વાંચો: જાણીતા બોલિવૂડ અભિનેતા પર તૂટ્યો દુઃખોનો પહાડ, હોર્ડિંગ અકસ્માતમાં થયું મામા, મામીનું મોત

બોલિવૂડમાં આવતા પહેલા જ અર્જુન રામપાલે લગ્ન કરી લીધા હતા. તેમણે સફળ મોડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. આ પછી બંને બે પુત્રીના માતા-પિતા બન્યા હતા. મોટી દીકરી માહિકાનો જન્મ વર્ષ 2002માં થયો હતો.

જ્યારે નાની દીકરી માયરાનો જન્મ વર્ષ 2005માં થયો હતો. અર્જુન રામપાલ અને મેહર જેસિયા બંને મોડેલિંગ ક્ષેત્રના હતા. તેમનો લગ્ન સંબંધ લગભગ 21 વર્ષ સુધી ચાલ્યો હતો. અર્જુન અને મેહરે વર્ષ 2019માં છૂટાછેડા લઈને તેમના 21 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવ્યો હતો.

મેહર જેસિયાથી છૂટાછેડા લીધા પહેલા જ અર્જુન રામપાલ આફ્રિકન મોડેલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ડેટ કરી રહ્યો છે. તે અર્જુન કરતા લગભગ 14 વર્ષ નાની છે. ગેબ્રિએલાની ઉંમર 37 વર્ષ છે. જ્યારે અર્જુન 51 વર્ષનો છે. બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે. બંનેએ લગ્ન નથી કર્યા, પમ તેઓ લિવ ઇન રિલેશનમાં છે.

તેમને લગ્નની કોઇ જરૂર પણ નથી લાગતી. બંને બે પુત્રના માતા-પિતા પણ બની ગયા છે. દંપતીએ 2019 માં પુત્ર એરિકનું સ્વાગત કર્યું હતું, જ્યારે નાના પુત્ર આરિવની ઉંમર 1 વર્ષની છે. હાલમાં જ તેમણે તેમના પુત્રનો બર્થ-ડે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો, જેમાં અભિનેતાના પહેલા લગ્નથી થયેલી બંને દીકરી માહિકા અને માયરા બંને હાજર રહી હતી.

પ્રોફેશનલ મોરચે, અર્જુન રામપાલ છેલ્લે 23 ફેબ્રુઆરીના રોજ પ્રીમિયર થયેલી ફિલ્મ ‘ક્રેક’માં જોવા મળ્યો હતો. આદિત્ય દત્ત દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સામાન્ય પ્રતિભાવો મળ્યા હતા.
અર્જુન અને ગેબ્રિએલા ક્યારે લગ્ન કરે છે એની જ તેમના ફેન્સ રાહ જોઇ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…