આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mhada ગોરેગાંવમાં વધુ અઢી હજાર મકાનો બાંધશે

મુંબઈઃ ગોરેગાંવ સ્થિત પહાડી ખાતે ૨,૫૦૦થી વધુ મકાનો બાંધવામાં આવ્યા બાદ હવે મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)નું મુંબઈ મંડળ ગોરેગાંવમાં એક નવો હાઉસિંગ પ્રોજેક્ટ હાથ ધરશે. મ્હાડાએ ગોરેગાંવ પશ્ચિમમાં સિદ્ધાર્થ નગર (પત્રાચાલ) રિડેવલપમેન્ટ હેઠળ ઉપલબ્ધ કરાયેલા પ્લોટ પર ૨,૫૦૦ મકાનો બાંધવાનું નક્કી કર્યું છે. આ મકાનો અતિ અલ્પ, અલ્પ અને મધ્યમ વર્ગના જૂથો માટે હશે.

આ મકાનોનું બાંધકામ બે તબક્કામાં કરવામાં આવશે અને મુંબઈ બોર્ડે પ્રથમ તબક્કામાં ૧,૫૦૦ મકાનોના કામકાજ માટે ટેન્ડરિંગની તૈયારી શરૂ કરી દીધી છે. પત્રાચાલ મ્હાડા કોલોનીના પુનઃવિકાસથી મુંબઈ બોર્ડને ડેવલપર પાસેથી તેના હિસ્સાના ૨,૭૦૦ મકાન ફાળવણી માટે ઉપલબ્ધ થશે.

જોકે, ડેવલપરે રિડેવલપમેન્ટને અધવચ્ચે જ છોડી દીધું હોવાથી પ્રોજેક્ટ અટકી ગયો હતો. બીજી તરફ પ્રોજેક્ટમાં નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ વિવાદમાં ફસાઈ ગયો હતો અને આખરે રાજ્ય સરકારે પ્રોજેક્ટને ડેવલપર પાસેથી પરત લઈને મ્હાડાને સોંપી દીધો હતો.

આ પણ વાંચો: ગ્રાન્ટ રોડની ઇમારતનો કેટલોક ભાગ તૂટી પડ્યો

વિકાસકર્તાએ મ્હાડાના હિસ્સામાં ૩૦૬ મકાન પર કામ શરૂ કર્યું, પરંતુ તેને અધવચ્ચે જ છોડી દીધું. ૨૧૦૬માં બોર્ડે આ આંશિક મકાનો માટે જ લોટરી કાઢી હતી. પ્રોજેક્ટ સંભાળ્યા પછી, મુંબઈ બોર્ડે ૨૦૨૨માં મૂળ રહેવાસીઓના ૬૭૨ ઘરો સાથે ફાળવણીના ઘરો પૂર્ણ કરવાનું કામ હાથ ધર્યું. હવે આ કામ અંતિમ તબક્કામાં આવી ગયું છે.

દરમિયાન, મ્હાડાના ઉપાધ્યક્ષ સંજીવ જયસ્વાલે માહિતી આપી હતી કે હવે બોર્ડે તેના હિસ્સામાંથી ૨,૫૦૦ મકાન બાંધવાનું નક્કી કર્યું છે. પ્રથમ તબક્કામાં ૧,૫૦૦ મકાનોના બાંધકામ માટે ટેન્ડરો કાઢવાની તૈયારી ચાલી રહી છે. આગામી થોડા દિવસોમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે