આપણું ગુજરાતભાવનગર

સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં ગુરુ પૂર્ણિમાની તડામાર તૈયારીઓ : 10000 સ્વયંસેવકો આપી રહ્યા છે સેવા

ભાવનગર: સંતોની ભૂમિ તરીકે ખ્યાત સૌરાષ્ટ્રમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આત્માને પરમાત્માની ઓળખ કરાવી આપનાર અને જીવને શિવ સુધી પહોંચાડનાર એ સદ્દગુરૂનો મહિમા વર્ણવતુ પર્વ એટલે ગુરૂપૂર્ણિમાંની ભવ્ય ઉજવણી સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં કરવામાં આવનાર છે. બગદાણમાં આવતીકાલે ગુરુપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. જેને લઈને હાલ જગ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ કુલ દસ હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.

ગોહિલવાડ પંથકમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે બજરંગ દાસ બાપાની જગ્યામાં દર વર્ષે બે મોટા ઉત્સવો ઉજવાય છે. જેમાં એક ગુરુ પૂર્ણિમા અને બીજી બજરંગદાસ બાપાની તિથી. આ સિવાય બજરંગદાસ બાપાની જગ્યામાં દર પૂનમે હજારો ભાવિકો દર્શનાર્થે ઊંટે છે. આવતીકાલે ગુરુપૂર્ણિમાના દિવસે બગદાણામાં બેથી અઢી લાખ ભાવિકો ઉમટે છે. એ તમામને માટે બગદાણાની જગ્યા તરફથી રહેવા તથા જમવાની સુવિધાઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

આ પણ વાંચો: Gujaratના સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં Dwarka માં સૌથી વધુ 15 ઇંચ વરસાદ

બગદાણાની જગ્યામાં સ્વયંસેવકો તરીકે ગોહિલવાડ પંથકના 78 ગામના લોકો સેવા બજાવે છે. બગદાણામાં આવતીકાલે ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ દિવસે અહી અંદાજે દસ હજાર જેટલા સ્વયંસેવકો સેવા બજાવશે. પૂર્ણિમાના દિવસે અંદાજે 20 હજાર કિલો લાડવાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 5 હજાર કોલો ગાંઠિયા, 8 હજાર કિલો શાકભાજી, 2 હજાર કિલો તુવેરદાળ, 5 હજાર કિલો લોટની રોટલીની પ્રસાદી તૈયાર કરવામાં આવશે.

ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ આશ્રમ ખાતે રવિવારે સવારે 5 વાગે મંગલા આરતી કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7 વાગ્યા બાદ ધ્વજા પૂજન અને 8:30 ધ્વજા રોહણ કરવામાં આવશે. બજરંગદાસ બાપનો એક મોટો અનુયાયી વર્ગ સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઈમાં છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મુંબઈથી ખાસ તેઓ ગુરુ દ્વારે શીશ નમાવવા આવતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button