આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડી રાજ્યના સ્વાસ્થ્ય માટે ‘હાનિકારક’: આવો સંદેશ જનતામાં ફેલાવશે ભાજપ

Maharashtra Assembly Election મુંબઈ: સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને એ સાથે સાથે જ વિરોધીઓને કઇ રીતે લડવું તેની રણનીતિ પણ તૈયાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ મહાવિકાસ આઘાડી વિરુદ્ધ રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ભાજપ મહાવિકાસ આઘાડી વિરુદ્ધ કઇ રીતે પ્રચાર કરશે તેની જાણકારી આપી હતી.

બાવનકુળેએ જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રના મતદારોને જઇ શિવસેના(ઉદ્ધવ ઠાકરે), એનસીપી(શરચચંદ્ર પવાર) અને કૉંગ્રેસની મહાવિકાસ આઘાડીને મતદાન ન કરવાની અપીલ કરશે. તેમને ચૂંટીને સત્તામાં લાવવા મહારાષ્ટ્રના હિતમાં નથી એવો સંદેશ જનતામાં ફેલાવશે.

આ પણ વાંચો: મહાવિકાસ આઘાડી રાજ્યની ભ્રષ્ટ સરકારને પરાજિત કરવા કટિબદ્ધ: વેણુગોપાલ

પત્રકાર પરિષદમાં પોતાની રણનીતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનકલ્યાણની યોજનાઓ બંધ કરી દેશે.

પુણેમાં યોજાનારા અધિવેશન વિશે જાણકારી આપતા બાવનકુળેએ કહ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અધિવેશનની શરૂઆત કરશે અને પછીથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓને સંબોધિત કરશે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર પણ અધિવેશમાં હાજર રહેશે અને સરકારી યોજનાઓ કઇ રીતે જનતા સુધી પહોંચાડવી તેમ જ રાજ્યના 35,000 ભાજપ કાર્યકરોએ 97,000 મતદાન કેન્દ્રોમાં કઇ રીતે ચૂંટણી દરમિયાન કામગિરી કરવી તે વિશે જણાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button