ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

માઇક્રોસોફ્ટ આઉટેજની એરપોર્ટ પર ભારે અસર, અનેક ફ્લાઇટ રદ, અનેક વિલંબિત

નવી દિલ્હીઃ આપણે ટેક્નોલોજીના કેટલા ગુલામ બનતા જઇ રહ્યા છીએ કે એક પળ પણ તેના વિના ચાલતું નથી અને એવામાં જો ટેક્નોલોજી ખોરવાઇ જાય કે તેમાં કંઇ સમસ્યા આવે તો આપણા તો બાર વાગી જાય છે. આવું જ કંઇક શુક્રવારે માઇક્રોસોફ્ટની ક્રાઉડ સોર્સીંગની સમસ્યાને કારણે જોવા મળ્યું. માઈક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાઓ બીજા દિવસે પણ યથાવત છે. વૈશ્વિક સ્તરે આના કારણે કામકાજને અસર થઈ છે. એટલું જ નહીં ફ્લાઇટ ઓપરેશનને સૌથી વધુ અસર થઈ છે. અનેક ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે, અનેક ફ્લાઇટ વિલંબિત છે, પ્રવાસીઓને હાથેથી લખીને બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ઠેકઠેકાણે લાંબી લાઇનો જોવા મળી રહી છે. મુસાફરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે સમગ્ર વિશ્વમાં બેંકિંગ અને ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. જેના કારણે શુક્રવાર સવારથી અનેક સંસ્થાઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. જોકે માઇક્રોસોફ્ટ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી સુધી કંઇ થયું નથી. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ પણ જોવા મળે છે, જેઓ ફ્લાઇટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.

ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.

માઈક્રોસોફ્ટ ગ્લોબલ આઉટેજ વચ્ચે ફ્લાઇટ ઓપરેશન્સ પર, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર માહોલે જણાવ્યું હતું કે, “ગઈકાલે, આઉટેજને કારણે ફ્લાઈટ ઓપરેશન્સમાં સમસ્યાઓ હતી. પરંતુ શનિવારે માઈક્રોસોફ્ટે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. ઉડ્ડયન સેવા ફરી શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આજે સવારે DGCAએ અમને જાણ કરી હતી કે કામગીરી સરળતાથી ચાલી રહી છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button