Maharastra Election : ભાજપને જોઈએ છે 160 બેઠકો! મહાયુતીમાં તિરાડ પડી શકે છે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharastra assembly Election) આવતા ઓકટોબર મહિનામાં યોજાઈ તેવી શક્યતા છે, જેના માટે તમા રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગત લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત INDIA ગઠબંધન(India Alliance) જીતની આશા સેવી રહ્યું છે, ત્યારે ભાજપ શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજીત પવાર) સાથે મળીને ચૂંટણી લડશે. એવામાં ગુરુવારે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી અને પરફોર્મન્સ સુધરવા અંગે ચર્ચા થઇ હતી, પાર્ટી 160 બેઠકોની માંગ કરે તેવી શકતા છે.
આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ચાર કલાકથી વધુ ચાલેલી બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુલે, ભૂતપૂર્વ રાજ્ય એકમના વડા ચંદ્રકાંત પાટીલ અને રાવસાહેબ દાનવે, અને અશોક ચવ્હાણ અને પંકજા મુંડેએ હાજરી આપી હતી.
બેઠક પછી રાવસાહેબ દાનવેએ કહ્યું, “અમે તમામ 288 બેઠકો પર ચર્ચા કરી છે પરંતુ સાથી પક્ષો માટે બેઠકોની સંખ્યા નક્કી કરી નથી. આ અંગેનો નિર્ણય પાર્ટીના નેતાઓ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવશે. કોઈપણ સાથી પક્ષ દ્વારા સીટોની કોઈ વ્યક્તિગત માંગ નથી. બેઠકો અને મતવિસ્તારો અંગેનો નિર્ણય મેરિટના આધારે લેવામાં આવશે.”
એક અહેવાલ મુજબ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે પાર્ટીએ 288 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 160 બેઠકો પર પડવાનો નિર્ણય કર્યો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના સહયોગી અવિભાજિત શિવસેના સાથે 164 બેઠકો પર ચૂંટણી લડી હતી. અમે 103 વિધાનસભ્યો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છીએ અને સંખ્યા અકબંધ રાખવા માટે અમારે વધુ સીટો પર ચૂંટણી લડવી પડશે.
દાનવેએકહ્યું કે હતું કે પાર્ટી નેતૃત્વએ વિવિધ યોજનાઓને મતદારો સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે. અમે તમામ 97,000 બૂથમાં ઊર્જાનો સંચાર કરવાનું નક્કી કર્યું છે. રવિવારે પુણેમાં યોજાનાર પાર્ટીના રાજ્ય સ્તરીય સંમેલનમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.
Also Read –