મેટિની

ઝહિર સાથે શું ચીટિંગ થઈ છે?

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્નને હજી તો માંડ ૨૫ દિવસ થયા છે ત્યાં ઝહિર ઈકબાલની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઝહિરે તેની સાથે ચીિંટગ થઈ હોવાની વાત કહી છે. આખરે કઈ છેતરિંપડી કે વિશ્ર્વાસઘાતની વાત કરી રહ્યો છે ઝહિર ઈકબાલ ચાલો જાણીએ…

હાલમાં સોનાક્ષી સિન્હા લગ્ન પછીનો ગોલ્ડન પીરિયડ એન્જોય કરી રહી છે. થોડાક સમય પહેલાં જ કપલે પોતાના ડેિંટગથી લઈને મેરેજ લાઈફ સુધીના ફોટો શેર કર્યા હતા.

આ બધા વચ્ચે સોનાક્ષી સિન્હાએ એક વીડિયો શેર કર્યો છ અને આ વીડિયોએ પતિ ઝહિર ઈકબાલનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ જ વીડિયો પર કમેન્ટ કરતાં ઝહિરે લખ્યું છે કે તેની સાથે ચીિંટગ થઈ છે. સ્વાભાવિક છે કે ઝહિરે આ વાત મજાકમાં કહી છે.

સોનાક્ષીએ શેર કરેલાં વીડિયોમાં તે મેકઅપ કરતી જોવા મળી રહી છે અને તે લગ્ન પછીની ડેટ નાઈટ માટે તૈયાર થતી જોવા મળી હી છે. વીડિયોમાં સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી છે. જેવો સોનાબેબીએ વીડિયો શેર કર્યો એટલે તરત જ તેના પતિ ઝહિરે આ વીડિયો પર એકદમ મજેદાર કમેન્ટ કર્યા છે.

પહેલી કમેન્ટમાં ઝહિરે લખ્યું કે મારી સાથે છેતરિંપડી થઈ છે, માય લોર્ડ…જ્યારે બીજા કમેન્ટમાં તેમણે લખ્યું છે કે એમાં કોઈ જ ચોંકાવનારી વાત નથી કે તમે હંમેશા જ મારી પહેલાં તૈયાર થઈ જાય છે અને આ ચીિંટગ છે. આ સાથે ઝહિરે લાિંફગ ઈમોજી પણ શેર કર્યા છે. ઝહિરની આ કમેન્ટ પર ફેન્સ પણ એકદમ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો