મેટિની

રીચા ચઢ્ઢા અને અલી ફઝલએ આપ્યા ગૂડ ન્યૂઝ

મિર્ઝાપુરમાં જોવા મળેલા ગુડ્ડુભૈયા એટલે કે અલી ફઝલ અને મસાનની દેવી એટલે કે રીચા ચડ્ઢાએ ગૂડ ન્યૂઝ આપ્યા છે. બન્નેના ઘરે દીકરીનો જન્મ થયો છે. રિચા ચઢ્ઢાએ ૧૬ જુલાઈએ એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપલે સોશિયલ મીડિયા પર આપી છે. ગુરુવારે, કપલે તેમના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. દીકરીનો જન્મ ૧૬ જુલાઈ, મંગળવારે થયો હતો, પરંતુ એક્ટર્સે આજે મીડિયાને આ જાણકારી આપી છે.

અગાઉ એક દિવસ પહેલા જ રિચાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેનું બેબી બમ્પ દેખાતું હતું. આ સાથે તેણે પણ પૉસ્ટ કર્યો હતો. ખુશીની આ પળો શેર કરતાં અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ લખ્યું ચે કે અમને એ જાહેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારા ઘરમાં એક સ્વસ્થ દીકરીનો જન્મ થયો છે. અમારો પરિવાર ખૂબ જ ખુશ છે અને અમે દરેકની શુભકામનાઓ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ. રિચા ચઢ્ઢા તાજેતરમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળી હતી. આ સિરીઝના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી છે. રિચાએ તેની પ્રેગ્નેન્સી દરમિયાન સિરીઝને પ્રમોટ કરી હતી.
અલી ફઝલ હાલમાં સિરીઝ મિર્ઝાપુર ૩માં જોવા મળી મળ્યો હત. ગુડ્ડુ પંડિતના રોલમાં અલી ફઝલને ઘણી પ્રશંસા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button