ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
खंडित કોષાધ્યક્ષ
खजानची પત્ર
खटमल ભૂલ, અપરાધ
खत ભાંગેલું
खता માંકડ
ઓળખાણ પડી?
આયુષ્યમાન ખુરાનાની પારિવારિક મનોરંજનના ફુવારા જેવી ફિલ્મની ઓળખાણ પડી? સુરેખા સિકરીના રોલની ખૂબ પ્રશંસા થઈ હતી.
અ) વિકી ડોનર બ) શુભ મંગલ સાવધાન ક) બરેલી કી બરફી ડ) બધાઈ હો
ગુજરાત મોરી મોરી રે
ટીવી સિરિયલથી શરૂઆત કરી ‘ગોળકેરી’, ‘કચ્છ એક્સપ્રેસ’ વગેરે ગુજરાતી ફિલ્મોમાં અભિનયથી વિશેષ ધ્યાન ખેંચનારી અભિનેત્રી કોણ?
અ) મોનલ ગજ્જર બ) જાનકી બોડીવાલા
ક) માનસી પારેખ ડ) નીલમ પંચાલ
જાણવા જેવું
‘જેસલ તોરલ’માં સુરતના કલાકાર કૃષ્ણકાંતની હાસ્ય નટની ભૂમિકામાં વરણી થઈ હતી. કોઈ કારણસર તેઓ શૂટિંગ સમયે ન પહોંચી શકતા તે ભૂમિકા રમેશ મહેતાએ ભજવી અને હાસ્યનટ તરીકે જામી ગયા. એ સફળતા પછી ૧૯૦ જેટલી ગુજરાતી ફિલ્મમાં તેમણે હાસ્ય-કલાકાર તરીકે અભિનય કરીને વિક્રમ
સર્જ્યો છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સુપરસ્ટાર રાજેશ ખન્નાની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મનું નામ કહી શકશો? આ ફિલ્મનું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું અને હિરોઈન હતી ઈન્દ્રાણી મુખરજી.
અ) બહારોં કે સપને બ) રાઝ ક) આખરી ખત ડ) ખામોશી
નોંધી રાખો
જીવનને સફળ બનાવવા માટે ત્રણ ચાવી અનિવાર્ય છે. શીખવાની ઈચ્છા, મૈત્રીભાવ અને હિંમત. ‘શીખતા નર પંડિત ભલા’ અર્થાત્ જે શીખે તે જ આગળ વધે છે.
માઈન્ડ ગેમ
સંજય લીલા ભણસાલીની કઈ ફિલ્મ રણબીર કપૂર – સોનમ કપૂરની પહેલી અને ઝોહરા સહગલ – બેગમ પારાની અંતિમ ફિલ્મ હતી એ કહી શકશો?
અ) પદ્માવત બ) રાજનીતિ ક) નીરજા ડ) સાંવરિયા
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
कलेवा નાસ્તો
कलत्र પત્ની
करतब હુન્નર
करतार પરમેશ્વર
करभ હાથી કે ઊંટનું બચ્ચ
ગુજરાત મોરી મોરી રે
વેવિશાળ
ઓળખાણ પડી?
દસ્તક
માઈન્ડ ગેમ
દિવાના મસ્તાના
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાજુ બન ગયા જેન્ટલમેન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) પ્રતીમા પમાણી (૬) સુરેખા દેસાઈ (૭) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૮) ભારતી બુચ (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) સુભાષ મોમાયા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) શ્રદ્ધા આશર (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) મીની કાપડિયા (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીશી બંગાળી (૨૧) નયના ગિરીશ મિસ્ત્રી (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) પુષ્પા પટેલ (૨૯) મહેશ દોશી (૩૦) જગદીશ ઠક્કર (૩૧) ભાવના કર્વે (૩૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) કિશોર બી. સંઘરાજકા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) નિતીન બજરિયા (૪૦) અલકા વાણી (૪૧) દિલીપ પરીખ (૪૨) પુષ્પા ખોના (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) મહેશ સંઘવી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) અરવિંદ કામદાર (૫૦) મહેશ સંઘવી (૫૧) પ્રવીણ વોરા (૫૨) લજિતા ખોના