મનોરંજન

આલિયા, જ્હાન્વીને છોડો, જાણો અંબાણીના લગ્નમાં કોણે પહેર્યો સૌથી મોંઘો અનારકલી સૂટ…

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મરચન્ટના લગ્ન રંગેચંગે પતી ગયા છે, પણ હજી પણ લોકોના દિલોદિમાગમાંથી આ લગ્નનો ક્રેઝ ઓછો થયો નથી. લોકો તો ઠીક પણ સોશિયલ મીડિયા પર પણ રોજ અંબાણી પરિવારના ભવ્ય સમારોહ, આમંત્રિતો, સમારોહનું વાતાવરણ, અંબાણી પરિવારના લોકો વગેરે વિશે નવી નવી વાતો આવ્યા જ કરે છે અને લોકો પણ એને હોંશે હોંશે વાંચે છે.

આવા ભવ્ય લગ્ન સમારોહમાં સામેલ થવા માટે પણ નસીબ જોઇએ, એમ લોકોનું માનવું છે. સદીના આ સુંદર અંબાણી વેડિંગના ફોટા અને વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અનંત-રાધિકાનું દરેક ફંક્શન તહેવારની જેમ ઉજવવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની સાથે આખું બોલિવૂડ પણ લગ્નની ઉજવણીમાં ડૂબેલું જોવા મળ્યું હતું.

લગ્નમાં બોલીવુડની સુંદરીઓએ પોતાની કમનીય સુંદરતાનો જાદુ ચલાવ્યો હતો. ઐશ્વર્યા રોય, સોનાક્ષી સિન્હા, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, અનન્યા પાંડે, ઉર્મિલા માતોંડકર, શનાયા કપૂર, અથિયા શેટ્ટી, ખુશી કપૂર, અનૈતા શ્રોફ અદાજાનિયા, ઉપાસના કામીનેની વગેરે સુંદરીઓ ખૂબ જ સુંદર અનારકલી સૂટ પહેરીને પહોંચી હતી. દરેકના અનારકલી સૂટ પ્રસંગને અનુરૂપ , મોહક યુનિક અને ખાસ હતા.આ અનારકલીની કિંમતો પણ આસમાનને આંબે તેવી હતી, પણ ભાઇ આ તો અંબાણીનું ફંક્શન હતું એટલે લાર્જર ધેન લાઇફ જેવા ખર્ચા તો કરવા જ પડે. આવા સમારોહમાં કોણ સૌથી સુંદર દેખાતું હતું કે કોનો ડ્રેસ અને લહેંગા ચોલી સૌથી મોંઘો હતો એની સ્પર્ધા ના થાય તો જ નવાઇ.

મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી સાથે અનંત-રાધિકાની મહેંદી સેરેમની માટે એન્ટિલિયા પહોંચ્યા હતા. સાક્ષીએ લવંડર રંગનો ડીપ નેક અનારકલી સેટ પહેર્યો હતો જે સિલ્વર અને ગોલ્ડ થ્રેડથી એમ્બ્રોઇડરી કરેલો હતો. આખા સૂટ પર ફૂલોની ડિઝાઇન હતી. આ સૂટ ડિઝાઇનર અભિનવ મિશ્રાના કલેક્શનનો હતો. આ પેસ્ટલ રંગનો સૂટ ધોઇ શકાય તેમ નથી. તેને ફક્ત ડ્રાય ક્લીન કરી શકાય છે. અભિનવ મિશ્રાની સત્તાવાર વેબસાઇટ પર આ સૂટની કિંમત 1.90 લાખ રૂપિયા છે.

લગ્ન સમારોહમાં લાલ રંગની અનારકલીમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અનારકલીવાળી તસવીરો શેર કરી છે. લગ્ન જેવા ફંક્શન માટે લાલ રંગ પરફેક્ટ હતો. દીપિકાના આ પરંપરાગત પોશાકને તૌરાનીએ કસ્ટમ-ડિઝાઇન કર્યું હતું. વેલ દીપિકાના આ લાલ અનારકલી ડ્રેસની કિંમત માત્ર 1,45,500 રૂપિયા હતી. આ સૂટ પર બારીક દોરાઓ સાથે જરદોઝી એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે ગોટા-લાઇનવાળા દુપટ્ટા તેને રોયલ લુક આપી રહ્યા છે. આ અનારકલી સૂટ તોરાનીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ ડ્રેસ 20મી સદીના સિંધી ચોગા સલવારથી પ્રેરિત છે. દીપિકાના પતિ રણવીર સિંહના સિંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણ તેની પત્ની ઉપાસના કામીનેની સાથે ભવ્ય લગ્નમાં હાજરી આપી હતી. ઉપાસનાએ તેના સુંદર પોશાકથી બધાનું ધ્યાન ખેંચ્યું. ઉપાસના કપડાંમાં તેનીસારી ચોઇસ માટે જાણીતી છે, તેણે જયંતિ રેડ્ડીનો ડિઝાઇન કરેલો બેજ એમ્બ્રોઇડરીવાળો સિલ્ક અનારકલી સેટ પહેર્યો હતો. આ શાનદાર ડ્રેસની કિંમત 1,49,900 રૂપિયા હતી.

અનંત અને રાધિકાના ફાઈનલ ફંક્શનના દિવસે સારા અલી ખાન સંપૂર્ણપણે નવાબી લુકમાં જોવા મળી હતી. સારાનો અનારકલી સૂટ ઓર્ગેન્ઝાનો હતો. આઇવરી રંગનોઆ સૂટ પેશ્વા શૈલીનો હતો, જેમાં નેકલાઇન, સ્લીવ્ઝ અને મધ્ય ભાગ પર સુંદર માઓરી ભરતકામ હતું. આ અનારકલી સૂટના નીચેના ભાગમાં સુંદર ગુલાબી રંગનો સ્પર્શ હતો અને કિનારે પહોળી સોનેરી બોર્ડર હતી. જેના કારણે અભિનેત્રીનો સુંદર લુક સામે આવી રહ્યો હતો. બધાએ તેના પર બહુ રંગીન દુપટ્ટો પહેર્યો હતો. તેની કિંમત લગભગ 1.50 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…