વેપાર

ધાતુમાં પીછેહઠ

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને મોહરમની રજાનાં માહોલમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં પણ ચીનની આર્થિક વૃદ્ધિની ચિંતાને કારણે કોપર સહિતની વિવિધ ધાતુઓનાં ભાવ દબાણ હેઠળ રહેતા હોવાથી સ્થાનિકમાં પણ એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી પાંચનો ઘટાડો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં રજાનો માહોલ અને વૈશ્ર્વિક નિરુત્સાહી નિર્દેશો સાથે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ચોક્કસ ધાતુઓનાં ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં મુખ્યત્વે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૫૨૦ અને રૂ. ૧૪૨૩, કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. ૮૩૧, રૂ. ૫૬૩ અને રૂ. ૨૨૮, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૮૨૩, રૂ. ૮૦૨ અને રૂ. ૭૫૪ તથા ઝિન્ક સ્લેબ અને ટીનના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૨૭૫ અને રૂ. ૨૯૨૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮૭, રૂ. ૮૬૫ અને રૂ. ૧૯૬ના મથાળે ટકેલા રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button