દુબઈના પીએમની દીકરીની એક પોસ્ટે Dubaiને હચમચાવી દીધું, જાણો કઈ રીતે…
છુટાછેડા હંમેશા દુઃખદ જ હોય છે અને ઘણી વખત આ છુટાછેડાનું કારણ એટલું બધું રમુજી હોય છે કે પૂછો નહીં વાત. યુનાઈટેડ અરબ અમીરાત (United Arab Emirat-UAE)ના શાસક વડા પ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ (UAE PM Sheikh Mohmmad Bin Rashid)ની દીકરી અને દુબઈની રાજકુમારી ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિને આપેલા સ્વીટેસ્ટ ડિવોર્સને કારણે ચર્ચામાં આવી છે. હવે તમને ડિવોર્સ અને એ પણ સ્વીટેસ્ટ આ તો ગજબ છે એકદમ, હેં ને? ચાલો તમને આ અનોખા ડિવોર્સ વિશે જણાવીએ…
વાત જાણે એમ છે કે મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની દીકરી પોતાના પતિ શેખ માના બિન મોહમ્મદ બિન રાશિદ માના અલ મકતુમને ઈન્સ્ટાગ્રામ પર છુટાછેડા આપ્યા હતા અને તેમણે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ વખત તલાક… તલાક…તલાક… લખ્યું હતું. પરંતુ એ પહેલાં તેણે પોતાના પતિ માટે પ્રેમભર્યા શબ્દ લખ્યા હતા જેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.
આ પણ વાંચો: ઓમાનમાં શિયા મસ્જિદમાં ગોળીબાર: આ સંગઠને જવાબદારી સ્વીકારી
શેખા માહરા બિંટ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારા વ્હાલા પતિ, હું તમને છુટાછેડા આપી રહી છું. તમારું ધ્યાન રાખજો. તમારી ભૂતપૂર્વ પત્ની. અહીંયા તમારી જાણ માટે શેખા માહરાએ બે મહિના પહેલાં જ એક બાળકને જન્મ પણ આપ્યો છે. જેને કારણે પણ આ છુટાછેડાએ દુબઈમાં ખળભળાટ મચાવી દીધો છે. શેખા માહરાએ આગળ પોસ્ટમાં એવું પણ લખ્યું છે પ્રિય પતિ, મને ખ્યાલ છે કે તમે તમારી અન્ય સહયોગી (મહિલા)ઓ સાથે વ્યસ્ત હશો એટલે હું આપણા છુટાછેડાની જાહેરાત કરું છું. હું તમને છુટાછેડા આપું છું….
સોશિયલ મીડિયા પર આ ડિવોર્સને કારણે ખળભળાટ મચી ગયો છે. આ પોસ્ટ બાદ કપલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે અને પ્રોફાઈલ પરથી એકબીજાના બધા ફોટો હટાવી દીધા છે. કેટલાક લોકો તો એવું અનુમાન પણ લગાવી રહ્યા છે કે કપલે એકબીજાને બ્લોક પણ કરી દીધા છે.
શેખા માહરાના લગ્ન ગયા વર્ષે મે મહિના પહેલાં જ શેખ માના બિન મોહમ્મદ બિન રાશિદ માના અલ મકતુમ સાથે થયા હતા અને લગ્નના એક વર્ષ બાદ જ શેખા માહરાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. રાજકુમારી શેખા માહરાએ અચાનક કરેલી આ જાહેરાતથી લોકો પણ ચોંકી ઉઠ્યા છે.
અહીંયા તમારી જાણ માટે કે શેખા માહરા યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તેમ જ દુબઈના શાસકની દીકરી છે અને તે અહીં મહિલા સશક્તિકરણ અને સ્થાનીય ડિઝાઈનરની વકીલ છે.