Rashmika Mandana કયા દર્દમાંથી પસાર થઈ રહી છે? પોસ્ટ કરી ફેન્સને જણાવ્યું…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર રશ્મિકા મંદાના (South Indian Super Star Rashmika Mandana) નેશનલ ક્રશ છે, પરંતુ આ નેશનલ ક્રશ છેલ્લાં કેટલાક દિવસોથી દર્દમાં છે અને એક્ટ્રેસના ઘરમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક્ટ્રેસના એક ક્લોઝવનનું નિધન થયું છે. રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને લખ્યું છે કે તે એને ખૂબ જ મિસ કરશે… ચાલો જાણીએ કોણ છે એ અને કોને મિસ કરવાની વાત કરી છે
શ્મિકાએ-
વાત જાણે એમ છે કે રશ્મિકાના પેટ ડોગ મેક્સીનું નિધન થયું છે અને તેના નિધનથી તે ખૂબ જ દુઃખી પણ છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેક્સીનો ફોટો શેર કર્યો છે અને તેના નિધન પર એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રેસ્ટ ઈન પીસ… મારા સૌથી સારા બોય મેક્સી… અમે તને ખૂબ જ મિસ કરશું અને મને આશા છે કે આપણે કદાચ પાછા જલદી મળીશું. રશ્મિકા અવારનવાર સોશિયલ મીડિયા પર પેટ એનિમલ્સના ફોટો શેર કરતી રહે છે અને પ્રાણીઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા છેલ્લાં રણબીર કપૂર સાથે છેલ્લે ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં તેની એક્ટિંગના લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા, હવે એક્ટ્રેસ ધ ગર્લફ્રેન્ડ નામની ફિલ્મમાં જોવા મળશે. આ સાથે 28 વર્ષીય એક્ટ્રેસની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ટુઃ ધ રૂલ પણ આ વર્ષે રીલિઝ થવાની છે. પહેલાં આ ફિલ્મ 15મી ઓગસ્ટના રિલીઝ થવાની હતી, પણ હવે આ ફિલ્મ 6 ડિસેમ્બર સુધી પોસ્ટપોન્ડ કરી દેવામાં આવી છે.