સ્પોર્ટસ

‘તમારી આંખો ભરાઈ આવે છે ત્યારે હું પણ આંસુને રોકી નથી શક્તો’ આવું ગૌતમ ગંભીરે કોને માટે કહ્યું?

કોલકાતા: એક સાથે બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની ખેલાડી તરીકેની કારકિર્દી પછીના સમયમાં મોટો વળાંક આવ્યો છે. રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેની સફર ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે પૂરી કરી અને તેના સ્થાને તેના જ ભૂતપૂર્વ સાથી બૅટર ગૌતમ ગંભીરની હેડ-કોચના હોદ્દે બીસીસીઆઇ દ્વારા નિયુક્તિ થઈ એટલે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના મેન્ટર તરીકેના તેના કાર્યકાળ પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

ગંભીર એ પહેલાં લખનઊ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો ત્યારે એ ટીમ બન્ને વર્ષ (2022, 2023)માં ટૉપ-ફોરમાં રહી હતી. બૅટર તરીકે તે આક્રમક અપ્રોચ રાખતો હતો અને એ અભિગમ સાથે ભારતને ઘણી મૅચો જિતાડી આપી હતી. આ બધુ ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ તેને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનાવ્યો છે અને ગંભીરે ઇમોશનલ સ્પીચમાં કેકેઆરના પ્રશંસકોનો ભાવુક થઈને આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: ‘મેં હજી બહુ લાંબુ વિચાર્યું નથી’ એવું કહીને ગૌતમ ગંભીરે બધાને વિચારતા કરી દીધા

વીડિયોમાં ગંભીરે કહ્યું છે, ‘જ્યારે તમે હસો છો ત્યારે હું પણ હસી લેતો હોઉં છું. તમારી આંખો ભરાઈ આવતી હોય છે ત્યારે હું પણ આંસુને રોકી નથી શક્તો. મારી આંખો પણ ભરાઈ આવે છે. જ્યારે તમે હારો છો ત્યારે હું પણ હારતો જ હોઉં છું. તમે જ્યારે સપનાં જુઓ છો ત્યારે હું પણ જોઈ લેતો હોઉં છું.

તમે જ્યારે કંઈક હાંસલ કરો છો ત્યારે હું પણ ઉપલબ્ધિની મોજ માણી લેતો હોઉં છું. હું તમારા પર વિશ્ર્વાસ કરું છું અને તમારો થઈ જાઉં છું. હું તમારામાંનો જ એક છું. હું તમારા સંઘર્ષોથી બહુ સારી રીતે વાકેફ છું. શાની, કેટલી અને કેવી પીડા થતી હોય છે એ હું સારી રીતે જાણું છું.’

ગૌતમ ગંભીરે એ ઉપરાંત પણ કેકેઆર સાથે વીતાવેલી પળોની યાદ તાજી કરી હતી. તેણે વિશ્ર્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘ભૂતકાળમાં જેમ કેકેઆરની ટીમે મુશ્કેલીઓને ભૂલીને નવી સફર તરફ મીટ માંડી હતી અને સફળતાઓ મેળવી એવા જ મનોબળ સાથે તેઓ ભવિષ્યની સફર પણ નક્કી કરશે અને સંકલ્પ સાથે મંજિલ હાંસલ કરશે.’

ગંભીરે ક્રિકેટ અસોસિયેશન ઑફ બેન્ગાલનો પણ ખાસ આભાર માન્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?