આમચી મુંબઈટોપ ન્યૂઝ

અફવા કે હકીકત? મુંબઈ મેટ્રો 3નો પ્રથમ તબક્કો 24 જુલાઇથી શરૂ થશે

મુંબઇઃ બાંધકામના સાડા છ વર્ષ પછી, મુંબઈમાં લાંબા સમયથી રાહ જોવાતો કફ પરેડ-બીકેસી-સીપ્ઝ મેટ્રો 3 કોરિડોર હવે ઓપરેશનલ તબક્કાના આરે આવી પહોંચ્યો છે. હવે ફરી એક વાર સોશિયલ મીડિયા પર એવી માહિતી આપવામાં આવી છે કે કફ પરેડ-બીકેસી-સીપ્ઝ મેટ્રો 3 કોરિડોરનો પ્રથમ તબક્કો એટલે કે સીપ્ઝ-બીકેસી સુધીનો અક્વા લાઇનનો પ્રથમ તબક્કો 24 જુલાઇથી શરૂ કરવામાં આવશે.

કફ પરેડ-બીકેસી-સીપ્ઝ મેટ્રો 3 કોરિડોરને ત્રણ તબક્કામાં ખોલવામાં આવનાર છે. પ્રથમ તબક્કો સીપ્ઝ-બીકેસીને આવરી લે છે, બીજો તબક્કો વરલી સુધી વિસ્તરેલો છે અને અંતિમ તબક્કો કફ પરેડ સુધી પહોંચે છે.

https://twitter.com/IndianTechGuide/status/1813500136053453245

અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મેટ્રો-3ની એક્વા લાઇન (આરેથી BKC રૂટનો પ્રથમ તબક્કો ) 24 જુલાઇથી લોકો માટે કાર્યરત થશે. આ સમાચાર બાદ લોકોમાં ઘણી ખુશી હતી કે હવે તેમની સફર આસાન થઇ જશે, પરંતુ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ લોકોની આશા પર પાણી ફેરવતા જણાવ્યું હતું કે 24 જુલાઈથી મેટ્રો 3 અથવા એક્વા લાઇનની કામગીરી અંગેના સમાચારો ખોટા હતા.

આરે કોલોની અને BKC વચ્ચેના મેટ્રો 3ના તબક્કાની કામગીરી તમામ પ્રમાણપત્રો પ્રાપ્ત થયા પછી શરૂ થશે. આ સમાચાર વાંચ્યા બાદ લોકોને ઘણી નિરાશા થઇ હતી, પણ હવે ફરી એક વાર સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી છે કે મેટ્રો 3નો પ્રથમ તબક્કો 24 જુલાઇથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સંપૂર્ણ રીતે ભારતીય બનાવટની આ મેટ્રો મુંબઈમાં દોડનારી પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો હશે એવું કહેવાઈ રહ્યું છે. આ મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ છે. મેટ્રો-3ના સ્ટેશનો ઈન્ડિકેટર, એસ્કેલેટર, સીસીટીવી વગેરે સુવિધાથી સજ્જ રહેશે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશન પર લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. તેમ જ દિવ્યાંગ માટે અલગ શૌચાલય, બેબી ડાયપર ચેન્જિંગ રૂમ, મફત ઈન્ટરનેટ વાયફાયની સુવિધા વગેરે મળશે.

જોકે, હજી પણ આ જાણી શકાયું નથી કે આ વાત અફવા છે કે હકીકત. આ સમાચાર જાણ્યા બાદ લોકો હવે આતુરતાથી 24 જુલાઇની રાહ જોઇ રહ્યા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button