ઈન્ટરવલ

રાણીમા રૂડીમા કેરાળા નકલંકધામે કાળિયા ઠાકરનો માહિમા અપરંપાર છે

તસવીરની આરપાર -ભાટી એન.

કાઠિયાવાડમાં પાંચાળ પ્રદેશની પશ્ર્ચિમમાં મોરબી જિલ્લાના વાંકાનેરથી પાંચ કિલોમીટર દૂર નકલંકધામ કેરાળા ગામે શ્રીરાણીમા, રૂડીમાના ઠાકરનું ભવ્યતાતિભવ્ય કલાત્મક મંદિર ૫૦ ફૂટ લાંબું, ૪૦ ફૂટ પહોળું. ૬૦ ફૂટની શિખર સાથેની ઊંચાઈવાળું મંદિર મોટાભાઈ માલધારી (ભરવાડ)ને અઢારે વરણનું આસ્થાનું કેન્દ્ર છે. દર અષાઢી બીજે મેળા જેવું વાતાવરણ થાય છે. હજારો લોકો પ્રસાદ લે છે તો આખી રાત પ્રાચીન ભજનો થાય છે. ગુજરાતમાં વિખ્યાત તીર્થધામોમાં કેરાળા નકલંકધામ આજે આસ્થા ધર્મનું પ્રવાસન સ્થળ બની ગયું છે. વર્ષો અગાવ પ્રાચીન જુનવાણી મંદિરનો જિર્ણોધ્ધાર ૧૯૯૨માં દાદુભગતે પાયો નાખ્યોને તેમના અવસાન બાદ ભવાન ભગતે ૨૦૦૨માં હાલના વડા પ્રધાનને તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ આ ઉત્સવમાં ત્રિદિવસીય શ્રી નકલંક મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ૫૧ કુડી વિષ્ણુ મહાયજ્ઞ કરેલ. આ મંદિરની બાજુમાં બાવન ગજનો સ્તંભ ધર્મની ધજા ફરકાવવા માટે ઊભો કરેલ કાષ્ટનો જાડો સ્તંભની આજે પણ પૂજા થાય છે.

નકલંક ધામ મંદિરના યુવાન મહંત મુકેશ ભગત આવ્યા બાદ આ તીર્થધામની ખૂબ જ પ્રગતિ થઈ છે. તેમણે ભવ્ય ભોજનશાળા બનાવીને મંદિરનો વિકાસ કરેલ. નાની ઉંમરના માયાળુ માનવી રોટલો (ભોજન)ને પ્રથમ પ્રાયોરિટી આપે છે. રાણીમા, રૂડીમાના ઠાકર જ્યાં બિરાજતા હોય ત્યાં ભજન, ભોજનનો આવકાર છે. આ મંદિરમાં ચાંદીના સિંહાસનમાં બિરાજતા રામ, લક્ષ્મણ, જાનકી, કૌસલ્યા, ઉર્મિલાજી, શાલીગ્રામને નકલંક ભગવાનનો ઘોડાની પૂજા નિત્ય સૂર્યોદય થાય ત્યારે ને સાંજે સંધ્યાકાળે આરતી સંગીતના તાલે થાય છે. કલાત્મક કાચની કટકીથી ગુંબજમાં ઠાકુરજીને ડિઝાઈન મનમોહક બનાવેલ છે. કેરાળા ગામના પાધરમાંથી મચ્છુ નદી વહે છે. ત્યાં ગૌશાળા બનાવેલ છે. બાજુમાં રાણીમા રૂડીમાનું સમાધિસ્થાન છે.

લુણસરીયા ગામે ભરવાડ જ્ઞાતિના રતના ભગત અને વીરા ભગત બંને ભાઈઓ ધર્મવત્સલ્ય અને ભક્તિસભર જીવન જીવી રહ્યા હતા. પણ રતના ભગતને સંતાનમાં રૂડીમાનો જન્મ ઈ.સ. ૧૭૪૨માં અને રાણીમાનો જન્મ ઈ.સ. ૧૭૪૪માં થયેલ મચ્છુ નદીના કાંઠે ગાયો ચારે અને કાળમીંઢ પથ્થરો વચ્ચે કાળિયા ઠાકરની ભક્તિ કરે તેમાં વાંકાનેરના રાજા સાથે કોઈ વિવાદ થતા રાણીમા રૂડીમા પોતાના ઠાકોરજી (શ્રી ક્રિષ્ના)ને સંગાથે લઈ રાજકોટ પહોંચ્યાને ત્યાં વિસામો લે છે. હાલમાં પણ ત્યાં વિસામો છે. હાલમાં પણ ત્યાં વિસામો તરીકે ત્યાંનું મંદિર પ્રખ્યાત છે ત્યાંના લીમડાની એક ડાળ મીઠી છે…! ૧૮૧૩માં બેડી રાજકોટમાં આવેલા. રાણીમા રૂડીમાનો એક પરચો વિખ્યાત છે માળિયામાં રાજાને ત્યાં કાળિયા ઠાકર હતા તે સ્વપ્નમાં આવી રાણીમા રૂડીમાને કિધું તમે મને રાજકોટ લાવો. આજ્ઞા કરતા ત્યાં પરચો આપી કાળિયા ઠાકરને રાજકોટ લાવેલ આમ ભક્તિની શક્તિનો પરચો આપી ઈ.સ. ૧૮૪૬માં રૂડીમાનું અને ઈ.સ. ૧૮૪૮માં રાણીમાનું અવસાન થયું ૧૦૦ વર્ષથી વધારે આયુષ્ય ભોગવી સમાજમાં ધર્મ ભક્તિભાવનો સંદેશો આપી આજે પણ મોટાભાઈ ભરવાડ માલધારીને અઢારે વરણ બન્ને બહેનોને માને છે. તેના કાળિયા ઠાકરને માને છે. જય કાળિયા ઠાકરની. ં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button