પુણેમાં મહિલા અધિકારીની છેડતી, જુનિયર અધિકારી વિરુદ્ધ કેસ
પુણેઃ ક્વીન્સ ગાર્ડન વિસ્તારમાં આવેલી એક રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ઓફિસ વર્ક માટે બનાવેલા સોશિયલ મીડિયા ગ્રુપમાં અપમાનજનક સંદેશાઓ ફેલાવીને એક મહિલા અધિકારીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોરેગાંવ પાર્ક પોલીસે આ મામલે સંબંધિત સંસ્થાના જુનિયર ઓફિસર વિરુદ્ધ છેડતીનો કેસ નોંધ્યો છે.
ઇન્સ્ટિટ્યૂટમાં ૨૦૨૨થી કોન્ટ્રેક્ટના આધારે પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતી ફરિયાદી મહિલા ૧૩ જૂને કામ કરી હતી. માહિતી અધિકારી અધિનિયમ ૨૦૦૫ હેઠળ શિષ્યવૃત્તિ અંગે અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં એક મહત્વનો પત્ર મળ્યો હતો, જે આરોપી સંજય કટકેના વિભાગ સાથે સંબંધિત હતો.
સંજય તે સમયે ઓફિસમાં ન હોવાથી મહિલાએ ઓફિસ આસિસ્ટન્ટ મારફત તેને ફોન કર્યો હતો. કટકેએ કહ્યું કે હું એક જગ્યાએ અંતિમસંસ્કાર માટે આવ્યો છું. તે સમયે મહિલાએ તેને વહીવટી પત્ર વિશે ખ્યાલ આપ્યો હતો.
આપણ વાંચો: યેદિયુરપ્પાએ સગીરાની છેડતી કરી, છોકરીની માતાને પૈસા આપ્યા! ચાર્જશીટમાં ગંભીર આરોપ
સંજય કટકે કોઈને જાણ કર્યા વગર બહાર નીકળી ગયો હતો. તેમણે ડિપાર્ટમેન્ટ હેડ અને પ્રોજેક્ટ મેનેજરોની પૂર્વ પરવાનગી લીધી ન હતી. ત્યાર બાદ કટકેએ ઓફિસના કામ માટે તૈયાર કરેલા ગ્રુપ પર સાંજે અંતિમ સંસ્કારનો વિડિયો નાખી સંશોધન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલના નામથી એક મેસેજ મોકલ્યો હતો.
તેણે ગ્રુપમાં એક મેસેજ પ્રસારિત કર્યો હતો કે ફરિયાદી મહિલા ક્યાં કોઈને કહીને જાય છે. મહિલા જ્યારે ૧૪ જૂને ઓફિસે આવી ત્યારે તેણે પૂછ્યુ કે વીડિયો ટેપ તેમજ મેસેજ સોશિયલ મીડિયા ગ્રૂપ પર શા માટે મોકલ્યા? તેણે વહીવટી પત્ર વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો.
જે બાદ કટકેએ કહ્યું કે ઓફિસના તમામ સીસીટીવી ફૂટેજ ઓફિસના કામ માટે બનાવેલા ગ્રુપને પ્રસારિત કરવામાં આવશે. તમે શું કરો છો? તમે ક્યાં જાઓ છો? કટકેએ કહ્યું કે તે આ વિશે માહિતી આપશે. આથી મહિલાએ કટકેને લાફો માર્યો હતો અને સંશોધન સંસ્થાના મહાનિર્દેશક તેમજ આંતરિક મહિલા ફરિયાદ નિવારણ સમિતિને ફરિયાદ કરી હતી.