પતિ વિના સોનાક્ષી સિંહા માણી રહી છે ‘હનીમૂન રાઉન્ડ 2’, એકલી પહોંચી ફિલિપાઈન્સ
અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ હાલમાં તેમના લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. કપલે 23 જૂનના રોજ સાદગીભર્યા સમારોહમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ બંને અવારનવાર તેમના ફેન્સ માટે ફોટા શેર કરતા રહેતા હોય છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ પૂલની તસવીરો શેર કરી હતી, જે તેના હનીમૂનની તસવીરો હોવાનું જણાય છે, જેમાં સોનાક્ષી ઘણી જ ખુશ હોવાનું પ્રતિત થતું હતું. હવે, અભિનેત્રી હાલમાં ફિલિપાઇન્સમાં રજાઓ માણી રહી છે અને તેણે એક ફની પોસ્ટ શેર કરી છે.
હવે આ કપલ સેકન્ડ હનીમૂન પર ગયું છે. સોનાક્ષીએ પુલ સાઇડની તસવીર શેર કરી છે, જેમાં તે ચીલ કરતી નજરે પડે છે. જોકે, તેની સાથે ફોટામાં પતિ ઝાહિર ઇકબાલ જોવા નથી મળી રહ્યો. સોનાક્ષીએ ફોટોમાં એમ પણ લખ્યું છે કે તે તેના પતિ ઝાહિરઆપણ વાંચો:, જેમા ંતે પહેલા પહોંચી ગઇ અને હવે પતિ ઇકબાલની રાહ જોઇ રહી છે. સોનાક્ષીની પોસ્ટને રિ-શેર કરતા ઝાહિર ઇકબાલે લખ્યું હતું કે, ‘તારો દિવાનો રસ્તામાં જ છે બેબી’
આપણ વાંચો: પહેલાં જાયદાદ અને હવે ફેમિલી ફોટોમાંથી Sonakshi Sinhaની બાદબાકી? Luv Sinhaની પોસ્ટ વાઈરલ….
જોકે, ફેન્સ સોનાક્ષીની આ પોસ્ટથી હેરાન છે, કારણ કે તેઓએ બંનેને મુંબઇથી એકસાથે હનીમૂન માટે રવાના થતા જોયા હતા. આ પહેલા સોનાક્ષી-ઝાહિરને અંબાણીના ફંક્શનમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.
સોનાક્ષી અને ઝહીરે 7 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. આ લગ્નને કારણે સોનાક્ષીના ઘરમાં ઘણો વિવાદ થયો હતો, પણ આખરે શત્રુધ્ન સિંહા અને પૂનમ સિંહા પુત્રીના લગ્નમાં હાજર રહ્યા હતા અને તેનું કન્યાદાન પણ કર્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષીની હોરર કોમેડી ફિલ્મ કાકુડા હાલમાં જ ઓટીટી પર રિલીઝ થઇ છે. આ ફિલ્મનું નિર્દેશન મુંજ્યા ફેમ આદિત્ય સરપોતદારે કર્યું છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ પણ જોવા મળે છે. રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત, કાકુડા હવે ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે.