આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર અથડાતાં 5 શ્રદ્ધાળુઓના મોત

મુંબઈ: મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પનવેલ નજીક એક મોટો રોડ અકસ્માત થયો છે. અષાઢી વારી માટે મુંબઈથી પુણે જઈ રહેલી ખાનગી બસને પનવેલ પાસે અકસ્માત નડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોમ્બિવલીના કેસર ગામથી પંઢરપુર જઈ રહી હતી. આ દરમિયાન પનવેલ નજીક મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બસની સામે એક ટ્રેક્ટર અચાનક આવી જતાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને બસ ટ્રેક્ટર સાથે અથડાઈને 20 ફૂટ ખાડામાં પડી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા. આ કરૂણ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો અને ટ્રેક્ટરમાં બેઠેલા બે લોકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મુંબઈ-લોનાવલા લેન પર વાહનોની અવરજવર લાંબા સમય સુધી ખોરવાઈ ગઈ હતી. બસને ક્રેનની મદદથી હટાવી વહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

તમામ ઘાયલોને મુંબઈ એક્સપ્રેસ નજીકની એમજીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ અકસ્માતનો મૃત્યુ આંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવી મુંબઈ પોલીસના ડીસીપી પંકજ દહાણેએ જણાવ્યું હતું કે આ બસમાં તમામ શ્રદ્ધાળુઓને લઇને આ બસ ડોમ્બિવલીના કેસર ગામથી નીકળીને પંઢરપુર જઈ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button