મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant & Radhikaના લગ્નમાં Kim Kardishian છવાઈ ગઈ, ભારત માટે લખી આ વાત…

મુંબઈ: આખી દુનિયાની નજર જેના પર હતી તેવી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ વેડિંગમાં દેશ-વિદેશના કલાકારો, રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી પૂરાવી હતી અને ગ્લોબલ સ્ટાર કિમ કાર્દશિયન પણ હાજરી આપીને છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: અનંત-રાધિકાના લગ્નમાં Aishwarya-Abhishek આ શું કરતાં જોવા મળ્યા? બાજુમાં જ હતી દીકરી આરાધ્યા…

ભારતમાં પણ કિમ કાર્દશિયનનો બહોળો ચાહક વર્ગ છે અને મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. કિમ કાર્દશિયને હાલમાં જ અનંત-રાધિકાના ભવ્ય લગ્ન સમારોહ દરમિયાન લીધેલી અમુક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

આ પણ વાંચો: ગજબની સુંદરી બનીને અનંતના રિસેપ્શનમાં પહોંચી અભિનેત્રી, લોકો તો જોતા જ રહી ગયા

રેડ કલરના હોટ ડ્રેસમાં લગ્નમાં પહોંચેલી કિમે લગ્ન દરમિયાન બધાનું જ ધ્યાન ખેંચ્યું હતું અને તે નવયુગલ અનંત-રાધિકા ઉપરાંત ઇશા અંબાણીને પણ મળી હતી. કિમે તેમની સાથે તસવીરો પણ લીધી હતી જે તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.
જોકે, કિમે તસવીરો સાથે મૂકેલા કેપ્શને લોકોનું વધુ ધ્યાન ખેંચ્યું હતું. આ કેપ્શનમાં કિમે ભારત વિશે કંઇક લખ્યું હતું. તેણે લખ્યું હતું કે ભારત પાસે મારું હૃદય છે. લાગે છે કે ભારતમાં આવીને ભારતીય મહેમાનગતિ અને તે પણ લગ્નમાં થતી મહેમાનગતિ માણીને કિમ કાર્દશિયન ખૂબ જ પ્રભાવિત થઇ હશે. આ કેપ્શન લખીને તેણે ભારત પ્રત્યે પોતાની ભાવનાઓ તો વ્યક્ત કરી જ હતી, પરંતુ સાથે સાથે ભારતીય ચાહકોના હૃદયમાં વધુ સ્થાન મેળવીને વધુ ચાહકો પણ મેળવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે કિમ હોલીવુડની રિયાલિટી ટીવી સ્ટાર છે અને અબજોપતિ સ્ટાર છે. તે 13 જુલાઇના રોજ અનંત-રાધિકાના લગ્નની ઉજવણીના બીજા દિવસે શુભ આશીર્વાદની સેરેમની વખતે હાજર રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…