આમચી મુંબઈમહારાષ્ટ્ર

લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના ચાર આરોપીનો નિર્દોષ છુટકારો

થાણે: લૂંટના કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ ધરપકડ કરાયેલા ચાર આરોપીને થાણેની વિશેષ કોર્ટે મજબૂત પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા હતા.

વિશેષ એમસીઓસીએ જજ અમિત એમ. શેટેએ 11 જુલાઈએ આપેલા આદેશમાં તપાકર્તા પક્ષ આરોપીઓ સામેના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાની નોંધ કરી હતી. આદેશની નકલ સોમવારે ઉપલબ્ધ થઈ હતી.

નિર્દોષ છોડાયેલાઓમાં અવિનાશ ઉર્ફે વકડી બબન દીવા (30), વિનોદ ઉર્ફે હેલમેટ લક્ષ્મણ વાઘ (31), રોહન ઉર્ફે રૂપેશ ઉર્ફે રોશન રાજેન્દ્ર ભાનુશાળી (30) અને સલમાન ઈલિયાસ શેખ (30)નો સમાવેશ થાય છે. ચારેય જણ વાડાના નેહરુ નગર ખાતે મજૂરી કરતા હતા.

આ પણ વાંચો: હાથરસમાં હાહાકારઃ ભોલે બાબાની ક્રાઈમ કુંડળી જાણો, 2000માં નોંધાઈ હતી ફરિયાદ

વિશેષ સરકારી વકીલ સંજય મોરેએ કોર્ટમાં જણાવ્યું હતું કે 16 જૂન, 2016ની વહેલી સવારે ઈલેક્ટ્રિક સામાનની દુકાનના માલિકને ધ્યાનમાં આવ્યું હતું કે બામ્બુ અને ચાકુ સાથે આવેલા પાંચ અજાણ્યા શખસ પાલઘર જિલ્લાના વાડા સ્થિત તેમના ઘરમાં લૂંટનો પ્રયાસ કરી રહ્યા છે. બાથરૂમની ગ્રિલ તોડીને અંદર પ્રવેશેલા લૂંટારાઓ દુકાનદારની પત્નીને બામ્બુથી ફટકારી ઘરમાંથી દોઢ લાખની રોકડ, મોબાઈલ ફોન્સ, સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા.

ફરિયાદને આધારે વાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા હતા.

આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષના સાક્ષીઓ આરોપીને ઓળખવામાં નિષ્ફળ ગયા છે. એ સિવાય આરોપીઓની ઓળખ પરેડ પણ ઘટનાના છ મહિના પછી થઈ હતી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button