ચાલુ Local Trainમાં કરી એવી હરકત કે…, RPF Action Modeમાં…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈની લાઈફલાઈટ બની ગઈ છે અને એકલા મધ્ય રેલવે પર જ દરરોજ 30 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનોમાં અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જે ચર્ચાનું કારણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય રેલવેની હાર્બર લાઈન પર શિવડી સ્ટેશન નજીક જોવા મળી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો છે. ચાલો જાણીએ શું છે આખી ઘટના-
મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈના શિવડી સ્ટેશન પર ચાલતી લોકલ ટ્રેનની બહાર લટકી રહેલાં એક યુવકે જીવલેણ સ્ટન્ટ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને મધ્ય રેલવે દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટના હાર્બર લાઈન પર બની છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપી યુવકની ઓળખ કરીને તેની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મધ્ય રેલવે દ્વારા આ જીવલેણ સ્ટન્ટ કરનારાઓ સામે કડક ચેતવણી ઉચ્ચારી છે. આવી હરકતથી અન્ય પ્રવાસીઓના જીવ સામે જોખમ ઊભું થાય છે.
આ પણ વાંચો: વિના ‘બ્લોક’ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની રફતાર પર બ્રેક, જાણો કેમ?
મધ્ય રેલવે દ્વારા આ બાબતે એક નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓની સુરક્ષા એ ઈન્ડિયન રેલવેની સૌથી ટોપ મોસ્ટ પ્રાયોરિટી છે અને અમે પ્રવાસીઓને સુરક્ષિત પ્રવાસ પૂરી પાડવાની અમારી જવાબદારી છે અને એના માટે અમે વિવિધ ઉપાયયોજના પણ કરીએ છીએ.
રેલવે અધિકારીઓએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રકારના ખતરનાક સ્ટન્ટને કારણે દુર્ઘટના થઈ શકરે છે. રેલવેએ પ્રવાસીઓને ટ્રેન કે પ્લેટફોર્મ પર સ્ટન્ટ ના કરવાની અપીલ પણ કરી છે. આ સાથે સાથે લોકો જો આવી કોઈ ઘટના જુએ તો તરત જ તેની જાણ 9004410735 નંબર પર કરવાનો અનુરોધ પણ કર્યો છે.