પ્રભાદેવી-દાદર વચ્ચે વૃક્ષ પડતા પશ્ચિમ રેલવે ખોરવાઇ
મુંબઈ: જોરદાર વરસાદના કારણે પહેલાથી જ મુંબઈ લોકલ પર અસર પડી છે અને ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ધીમી ચાલી રહી છે ત્યારે પશ્ચિમ રેલવેમાં દાદર અને પ્રભાદેવી રેલવે લાઇન દરમિયાન વૃક્ષ તૂટી પડતા પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાના કારણે લગભગ પશ્ચિમ રેલવેની ટ્રેનો લગભગ એક કલાક મોડી ચાલી રહી હતી. રવિવારે સવારે 7.25 વાગ્યાની આસપાસ પ્રભાદેવી-દાદર ડાઉન લાઇન પર વૃક્ષ તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો: Amritsar રેલવે સ્ટેશન પર હાવડા મેલના ડબ્બામાં આગ, કાબૂ મેળવાતા કોઇ જાનહાનિ નહિ
જેના કારણે બોરીવલી તરફ જઇ રહેલી લોકલ ઠપ્પ થઇ ગઇ હતી. સવારના સમયે આ ઘટના બનતા પ્રવાસીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, રવિવાર હોવાના કારણે મોટાભાગની ઓફિસ વગેરે બંધ હોવાના કારણે ઓફિસ કે કામે જનારાઓની સંખ્યા ઓછી હતી. ઘટનાની જાણ થતા જ પશ્ચિમ રેલવેના અધિકારી અને કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમને વૃક્ષને ખસેડવાની કામગિરી શરૂ કરી હતી. લગભગ એક કલાક બાદ સવારે 8.20 વાગ્યે આ કામગિરી પૂરી થઇ હતી અને બોરીવલી તરફ જઇ રહેલી લોકલ ટ્રેન સામાન્ય રીતે ફરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: આનંદો, Kutch જનારા પ્રવાસીઓને મળશે Confirm Ticket, રેલવેએ કરી આ ખાસ વ્યવસ્થા…
આઉપરાંત સવારે બોરીવલી રેલવે સ્ટેશનમાં ટેક્નિકલ ખરાબી આવી હોવાના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઇ હતી. તેનું સમારકામ સવારે 9.05 વાગ્યે પૂરું થયું હતું. જ્યાર બાદ બોરીવલીથી ઠપ્પ થયેલી ત્રણ માર્ગ પર જનારી રેલ સેવા ફરી શરૂ કરવામાં આવી હોવાની માહિતી પશ્ચિમ રેલવે પ્રશાસને આપી હતી.