અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહોંચી કૃષ્ણદાસના કિર્તનમાં… વીડિયો થયો વાઈરલ
અનુષ્કા શર્મા હાલમાં તેના પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં છે. ટી20 વર્લ્ડકપ-2024ની ટ્રોફી જિત્યા બાદ વિરાટ કોહલી લંડન જવા રવાના થયો હતો. દરમિયાન હવે દંપત્તિ યુનિયન ચેપલમાં કૃષ્ણદાસ દ્વારા આયોજિત કિર્તનમાં પણ સામેલ થયા હતા. યોગ અને રોક સ્ટાર નામથી ફેમસ કૃષ્ણ દાસ પારંપારિક ભારતીય મંત્રોચ્ચારને સમકાલીન સંગીત સાથે મિક્સ કરીને કિર્તન કરે છે. આ કિર્તનમાં પહોંચેલા વિરાટ અને અનુષ્કાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બંને જણ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વિરાટ-અનુષ્કાનો આ વીડિયો જે હાલમાં ચર્ચામાં છે તે કૃષ્ણદાસના કિર્તનનો છે. તમારી જાણ માટે કૃષ્ણાદાસનું અસલી નામ જેફરી કેગલ છે અને તેમણે પોતાની અધ્યાત્મિક યાત્રા 1960માં શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ભારત આવ્યા અને નીમ કરોલી બાબાના શિષ્ય બની ગયા. એટલું જ નહીં પણ વિરાટ અને અનુષ્કા પણ નીમ કરોલી બાબાના ભક્ત છે. લંડન શિફ્ટ થવાના સમાચાર વચ્ચે હવે એક્ટ્રેસ અનુષ્કા શર્માએ કિર્તનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને એ મિનિટોમાં વાઈરલ થઈ ગયો હતો.
આ પણ વાંચો: વિરાટ કોહલી વિદેશમાં શિફ્ટ થશે, અનુષ્કા શર્માની ક્રિપ્ટિક પોસ્ટ થઈ વાઈરલ
અનુષ્કા શર્માએ કિર્તનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને કૃષ્ણા દાસને પણ ટેગ કર્યું છે. વિરાટ અને અનુષ્કા ગયા વર્ષે પણ લંડનમાં કૃષ્ણા દાસના કિર્તનમાં સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં કપલ કિર્તનમાં લીન જોવા મળ્યા હચા. જ્યારે કોહલી ભારતીય ક્રિકેટ ટીમ સાથે પોતાના રાષ્ટ્રીય કર્તવ્યને પૂરું કર્યા બાદ લંડનમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કર્યો છે. લંડન શિફ્ટ થવાની અફવા વચ્ચે અનુષ્કા શર્માની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે હલચલ મચાવી દીધી છે.
આ પણ વાંચો: બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે કેસ નોંધાયો, જાણો પોલીસે શું કહ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્માએ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક દીકરો અને એક દીકરી છે. અનુષ્કા પતિ સાથે હાલમાં ગુણવત્તાસભર સમય પસાર કરી છે. વ્યાવસાયિક જીવનની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે.