નેશનલ

BJPના કાર્યકર્તાઓને લઇ જઇ રહેલ બસને નડ્યો અકસ્માત: 39 લોકો ઇજાગ્રસ્ત

ખરગોન: મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને લઇને જઇ રહેલ બસનો અકસ્માત થયો છે. આ બસ રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકને જઇને અથડાઇ હતી. આ અકસ્માતમાં કુલ 39 મુસાફરોને ઇજા થઇ છે. આ તમામ લોકો ભોપાલમાં યોજાયેલ કાર્યકર્તા મહાકુંભ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યાં હતાં. અહીં આજે એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકર્તાઓનું સંબોધન કરવાના છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખરગોન જિલ્લાના કાસારવાડ પાસે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસમાં ખાપરજામલી, રુપગઢ અને રાય સાગરના ભાજપના કાર્યકર્તાઓ મુસાફરી કરી રહ્યાં હતાં.


જનસંઘના સહસંસ્થાપક દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભોપાલમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધીત કરવાના છે. તેથી આખા રાજ્યમાંથી ભાજપના કાર્યકર્તાઓ આ સંમેલન માટે રવાના થયા છે. દરમીયાન રવિવારે મોડી રાત્રે ભાજપના કાર્યકર્તાઓને લઇને જઇ રહેલ બસ રસ્તાની બાજુએ ઊભેલા ટ્રક સાથે અથડાતા આ અકસ્માત થયો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માત બાદ બસ ડ્રાઇવરને અથાગ મહેનત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ક્રેનની મદદથી ટ્રક અને બસ રસ્તા પરથી બાજુએ કરી વાહનવ્યવહાર યથાવત કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલ લોકોને ઇંદોરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…