Dhruv Ratheeની અંજલિ બિરલા પર વિવાદિત ટિપ્પણીને લઈને નોંધાઈ FIR

નવી દિલ્હી: પોતાના વિડિયોથી કાયમ ચર્ચામાં રહેતા પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીના પેરોડી અકાઉન્ટ પરથી લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ અરોરાને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી. આ મામલે એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની માનહાનિની કલમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ IT એક્ટ અંતર્ગત પણ કેસ નોંધવામાં આવ્યો છે.
જે પોસ્ટ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે તે પોસ્ટ Dhruv Rathee (paro- dy) @dhruvrahtee નામના અકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલ આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ફરિયાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની દીકરી અંજલિની યુપીએસસી પાસ કરવા અંગેની બાબતે કમેંટ કરી હતી. આ બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાદ ધ્રુવ રાઠી દ્વારા તે પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે.
ધ્રુવ રાઠી એક મોટા પ્રખ્યાત યુટ્યુબર છે. તેમનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો. તેણે દિલ્હીથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જર્મનીથી એન્જિનિયરિંગ કર્યું. યુટ્યુબની સાથે, તે સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર પણ છે. સોશિયલ મીડિયામાં તેના લાખો ફોલોઅર્સ છે. ધ્રુવ રાઠી પોતાના એકસપ્લેનર વીડિયો માટે જાણીતા છે, જેમાં તે કોઈપણ ટૉપિકને ખૂબ જ વિગતવાર સમજાવે છે. તેઓ ઘણી વખત મોદી સરકારની આકરી ટીકા કરી ચૂક્યા છે. હાલમાં જ તેણે ભારતની તુલના ઉત્તર કોરિયા સાથે કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારમાં ભારત સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહી છે. આ બાદ તેઓ વિવાદનું કેન્દ્ર બન્યા હતા.