ઉત્તર ગુજરાતજૂનાગઢ

ખબરદાર,જો હવે ટ્રેન અડફેટે સિંહનું મોત થયું છે તો: હાઈકોર્ટે લાલઘૂમ; નવી SOP તૈયાર

જૂનાગઢનાં અડાબીડ ગીર જંગલમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલ્વે ટ્રેક પર થઈ રહેલા સિંહના મોત મામલે હાઈકોર્ટે એકઠી વધુ વખત ફટકાર લગાવ્યા બાદ હવે વન વિભાગ અને સરકાર એક SOP તૈયાર કરી છે. રાજ્યમાં એશિયાટિક લાઇનની સંખ્યામાં 2015 થી જ સંખ્યામાં ઉતારોતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2015માં સિંહની વસ્તી 523 હતી જ્યારે વર્ષ 2020 માં 674 પર પહોચી હતી.

આ પાંચ વર્ષના સમયગાળામાં સિંહની સંખ્યામાં 29% વધારો નોંધાયો તો 2024માં એટલે કે હાલમાં સિંહની સંખ્યા હજુ પણ વધી હોવાનો રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો થયો છે. 2017-18 દરમિયાન ગીર પંથક અને પાલિતાણા શેત્રુંજીમાથી પાણીનું પૂર આવતા કેટલાક સિંહ અને સિંહ બાળ મોતને ભેટ્યા હતા. પરંતુ રેલવે ટ્રેક પર છાસ વારે થતાં સિંહોના મોત રોકવા ચોક્કસ આયોજનથી કમિટી રચવામાં આવી છે.

નવ નિર્મિત કમિટીમાં રેન્જ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટી, સર્કલ લેવલ રીવ્યુ કમિટીની રચના કરવામાં કરાઇ છે. આ રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે. સાથે જ ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક હોટસ્પોટ સહિતના વિસ્તારો અને તેના નિર્ણય માટે મળશે. સર્કલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક દર ત્રણ મહિને મળશે જેમાં મળેલી બેઠક પર થયેલા વિચાર વિમર્શ ઉપરની તમામ બાબતોની ચર્ચા થશે

આ પણ વાંચો: ગીર જંગલ સિવાય પણ સાવજોને મળશે કાયદેસરના નવા રહેઠાણો

પ્રાથમિક તબક્કે ગીરના જંગલ વિસ્તારમાથી પસાર થતી ટ્રેનની ઝડપ-મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ તરફ, રાજુલા, પીપાવાવ, કેસીયા નેસ, સાસણ ગીર, જૂનાગઢ, બીલખા ટ્રેનની ઝડપ હંમેશા માટે ઘટાડી દેવામાં આવી છે. તો દામનગર – લીલીયા મોટા, લીલીયા મોટા – સાવરકુંડલા, સાવરકુંડલા – ગઢડકા, ગઢકડા – વિજપડી, વીજપડી – રાજુલા જંક્શન, રાજુલા – મહુવા સહિતની ટ્રેનોને પણ મહત્તમ 40 કિમીની મંજૂરી આપવામાં આવી છે. તમામ ટ્રેનોના લોકો પાયલટને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. જો લોકો પાયલટને સિંહ હલચલની જાણ થાય તો તેની જાણ સીધી સ્ટેશન માસ્ટર અને ત્યાંથી વન વિભાગને કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટની નારાજગી

ગીર અભયારણ્ય એશિયાટિક સિંહોનું એકમાત્ર રહેણાંક છે. તેને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. તેમ છતા અહીં સિંહના મોત થઇ રહ્યા છે, જેને લઇને ગુજરાત હાઈકોર્ટ માં સુનાવણી થઇ હતી, જેમા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું જો કોઈપણ સિંહના મોત થશે તો હવે કડક પગલા લેવાશે.

જંગલ વિસ્તારમાં ખાસ તકેદારી

હાઇકોર્ટેની ફટકાર બાદ જે લેવલ પર પ્રાથમિક તબક્કે દ્યાન અપાયું છે તેમાં ડીવીઝનલ લેવલ રીવ્યુ કમિટી તમામ સ્ટાફની ટ્રેનિંગ પર તો ધ્યાન આપશે જ સાથોસાથ 2 મહિનાના સર્વે પછી જંગલ વિસ્તારમાં 49 જેટલા સાઈન બોર્ડ મુકાયા છે. સાઇન બોર્ડ ઉપરાંત 23 વોચ ટાવર મુકાયા છે જેથી દૂરથી જ સિંહોની હલચલ પર વિશેષ ધ્યાન આપી શકાય. વિશેષ રેલ સેવકની નિમણુક કરવામાં આવશે જેમાં 71 સેવક તૈયાર કરાશે. તદુપરાંત લાઈટ સાઈનથી લઈને અનેક માહિતીઓ સેવક દ્વારા ટ્રેનને પૂરી પાડવામાં આવશે. આ તમામ બાદ રાજ્ય સરકારના વન વિભાગ અને પશ્ચિમ રેલ વિભાગની બેઠક દર 6 મહિને મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે