અમદાવાદઆપણું ગુજરાત

લ્યો બોલો! હત્યાના કેસનો આરોપી પોલીસની જીપમાં જ બીયર પીતો હોય તેવો વિડીયો વાયરલ

અમદાવાદ: પોલીસની જીપમાં જ એક હત્યાનો આરોપી બીયર પીતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમદાવાદ પોલીસની વાનમાં બેસી આરોપી તેમજ પોલીસ કર્મચારી બિયર પીતા હોવાનું દેખાઈ રહ્યું છે. જો કે આ વિડીયો સાબરમતી રીવરફ્રન્ટનો હોવાનું બાહર આવ્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તપાસના આદેશ આપ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.

હાલ ખૂબ જ વાયરલ થઈ રહેલો આ વિડીયો લગભગ એકાદ વર્ષ જૂનો હોવાનું જાણવા મળી રહયું છે. વિડીઓમાં દેખાઈ રહેલો આરોપી દેત્રોજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. જોરાવરસિંહ ઝાલા નામનો આ આરોપી મૂળ મહેસાણા જિલ્લાના કટોસણ ગામનો છે. જ્યારે તે દારૂના જથ્થા સાથે પકડાયો હતો ત્યારે આ વીડિયો બનવાવમાં આવ્યો હતો. તેની સામે હત્યા, લુંટ, મારામારી, અને દારૂની હેરાફેરી સહિતના લગભગ 9 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. વીડિયોની ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.

આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસની જીપમાં જ દારૂની મજા માણી રહેલા આરોપીના વિડિયોથી એ પણ પ્રશ્ન ઉદભવે છે કે સામાન્ય સંજોગોમાં શું પરિસ્થતિ હશે. આ વિડીયો પોસ્ટ થયા બાદ લોકો અનેક યુઝર્સ કમેંટ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું હતું હતું કે રાજસ્થાનમાં ભલે દારૂબંધી ન હોય પણ ત્યાં પોલીસની જીપમાં તો આરોપી દારૂ નથી જ પીતા. જો કે બીજા એક યુઝર્સે એવું લખ્યું હતું કે હવે મંત્રી આવીને એવું કહેશે કે તેમાં તો મિનરલ વોટર હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…