સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડ સવાબે દિવસમાં એક દાવથી જીત્યું: ગુડબાય જેમ્સ ઍન્ડરસન

વેસ્ટ ઇન્ડિઝ સામે બ્રિટિશ ટીમનો એક ઇનિંગ્સ અને 114 રનથી વિજય

લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડે આજે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા દિવસે લંચ-બ્રેક પહેલાં જ બીજા દાવમાં 136 રનના સ્કોર પર ઑલઆઉટ કરીને એક ઇનિંગ્સથી વિજય મેળવ્યો હતો. પેસ-લેજન્ડ જેમ્સ ઍન્ડરસન (16-7-32-3)ની કરીઅરની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ હતી અને તેણે કારકિર્દીના અંતિમ દાવમાં બોલિંગના તરખાટ સાથે અને વિજય સાથે ખેલાડી તરીકે ક્રિકેટ ગ્રાઉન્ડને ગુડબાય કરી છે.

તેને મૅચના અંતે લૉર્ડ્સના હજારો પ્રેક્ષકોએ ઊભા થઈને માનપૂર્વક વિદાય આપી હતી. ફાસ્ટ બોલર તરીકે 188 ટેસ્ટના 350 દાવ રમીને 40,000થી પણ વધુ બૉલ ફેંકનાર મહાન બ્રિટિશ ખેલાડી જેમ્સ ઍન્ડરસન (James Anderson)ની ઇન્ટરનૅશનલ કરીઅર પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

રાઇટ-આર્મ ફાસ્ટ બોલર ઍન્ડરસને 21 વર્ષની કરીઅરને આ રીતે ગુડબાય કરી છે: 188 ટેસ્ટ, 350 ઇનિંગ્સ, 40,000થી વધુ બૉલ ફેંક્યા, થર્ડ-હાઇએસ્ટ 704 વિકેટ, 26.45ની બોલિંગ-ઍવરેજ, 32 વખત દાવમાં પાંચ વિકેટ અને ત્રણ વખત ટેસ્ટમાં 10 કે વધુ વિકેટ.

આ પણ વાંચો: Women Cricket: સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે આવતીકાલે છેલ્લી ટી-20 મેચ, ભારત માટે ‘કરો યા મરોનો મુકાબલો’

વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવમાં 121 રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડે 371 રન બનાવીને 250 રનની સરસાઈ લીધી હતી. જોકે બીજા દાવમાં ક્રેગ બ્રેથવેઇટની ટીમ માત્ર 136 રન બનાવી શકી અને ઇંગ્લૅન્ડનો એક દાવ અને 114 રનથી વિજય થયો હતો. 26 વર્ષના નવા પેસ બોલર ગસ ઍટ્કિન્સને 61 રનમાં પાંચ વિકેટ લીધી હતી. પ્રથમ દાવની સાત વિકેટ ઉમેરતાં તેણે મૅચમાં કુલ 12 વિકેટ લઈને કરીઅરની પહેલી ટેસ્ટમાં જ તરખાટ મચાવ્યો છે.

સેકન્ડ ઇનિંગ્સમાં ઍટ્કિન્સનની પાંચ અને ઍન્ડરસનની ત્રણ ઉપરાંત કૅપ્ટન બેન સ્ટૉક્સે બે વિકેટ લીધી હતી.
મૉટી-ક્ધહાઈ તરીકે ઓળખાતા 29 વર્ષના ઑલરાઉન્ડર ગુડાકેશ મૉટીના અણનમ 31 રન વેસ્ટ ઇન્ડિઝના બીજા દાવમાં આખી ટીમમાં હાઈએસ્ટ હતા. બીજો કોઈ બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. ઍલિક અથાન્ઝેના બાવીસ રન ટીમમાં બીજા નંબરે હતા.

સવાબે દિવસમાં જ સમેટાઈ ગયેલી આ ટેસ્ટમાં કુલ 179 ઓવર બોલિંગ થઈ હતી.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોચના પાંચ બોલર

(1) મુરલીધરન: 800 વિકેટ
(2) શેન વૉર્ન: 708 વિકેટ
(3) જેમ્સ ઍન્ડરસન: 704 વિકેટ
(4) અનિલ કુંબલે: 619 વિકેટ
(5) સ્ટુઅર્ટ બ્રૉડ: 604 વિકેટ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button