થાણેમાં બનાવાશે World Calss zoo
મુંબઈ: રાણીબાગ એટલે કે રાજમાતા જીજાબાઇ પ્રાણી સંગ્રહાલય મુંબઈના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે હવે થાણેમાં વર્લ્ડ ક્લાસ દરજ્જા પ્રાણી સંગ્રહાલય (A world class zoo will be built in Thane) ઊભું કરવાની યોજના મહારાષ્ટ્ર સરકારની છે.
આ પણ વાંચો: ઓડિશામાં ખુલી આ મહાકાય પ્રાણી માટે રેસ્ટોરન્ટ, મેનુ જોઇ ચકિત થઇ જશો
ઘોડબંદર રોડને અડીને આવેલા કસારવડવલી ખાતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને ઝૂ ઉપરાંત બોટેનિકલ ગાર્ડન(વનસ્પતિ ઉદ્યાન) બનાવવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક સાથે યોજેલી એક બેઠકમાં આ પ્રોજેક્ટના પ્રસ્તાવને લીલી ઝંડી દાખવી હતી.
આ વિશે માહિતી આપતા સરનાઇકે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને થાણેમાં ઝૂ બનાવવાના પ્રસ્તાવને મંજૂર કર્યો છે. રાણીબાગ બાદ મુંબઈ-એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં બનાવવામાં આવનાર આ બીજુ જ ઝૂ હશે.
રાજ્યમાં હાલ સૌથી મોટું નાગપુરમાં ઝૂ બાળાસાહેબ ઠાકરે ગોરેવાડા ઝૂલોજિકલ પાર્ક છે. આ સિવાય ઔરંગાબાદનું સિદ્ધાર્થ ગાર્ડન, પુણેનું ઝૂલોજિકલ પાર્ક છે. આ સિવાય બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં લાયન અને ટાઇગર સફારી ચાલે છે.
આ પણ વાંચો: શું પ્રાણીઓ પણ પોતાનાં સંતાનોના નામ પાડતા હશે ?
હવે થાણેમાં વર્લ્ડ ક્લાસ દરજ્જાનું ઝૂ તૈયાર થતા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રાણીબાગ બાદ પર્યટકો માટે નવો અનુભવ રહેશે અને થાણે શહેરમાં પર્યટકોની સંખ્યા વધે તેવું પણ અનુમાન છે. પર્યટન વિભાગ પણ આ પ્રોજેક્ટને પર્યટકોને આકર્ષવા માટે સક્ષમ માની રહ્યા છે અને તેના કારણે થાણે શહેરના અર્થતંત્રને, સ્થાનિક થાણેવાસીઓને રોજગાર મળતા ફાયદો થશે તેવું માને છે.