આમચી મુંબઈ

24 જુલાઈએ શરૂ થશે મેટ્રો 3? જાણો શું કહે છે MMRCL

મુંબઈ મેટ્રો લાઇન 3નો પ્રથમ તબક્કો, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મેટ્રો-3ની એક્વા લાઇન (આરેથી BKC રૂટનો પ્રથમ તબક્કો ) 24 જુલાઇથી લોકો માટે કાર્યરત થશે. આ સમાચાર બાદ લોકોમાં ઘણી ખુશી હતી કે હવે તેમની સફર આસાન થઇ જશે, પરંતુ હવે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ લોકોની આશા પર પાણી ફેરવતા જણાવ્યું હતું કે 24 જુલાઈથી મેટ્રો 3 અથવા એક્વા લાઇનની કામગીરી અંગેના સમાચારો ખોટા હતા.

એમએમઆરસીએલએ કહ્યું હતું કે તેણે હજુ તારીખ નક્કી કરવાની બાકી છે અને ઉમેર્યું હતું કે આરે કોલોની અને BKC વચ્ચેના મેટ્રો 3ના તબક્કાની કામગીરી તમામ પ્રમાણપત્રો પ્રાપ્ત થયા પછી શરૂ થશે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, મેટ્રો 3 અથવા એક્વા લાઇન કોલાબા અને SEEPZ વચ્ચે દોડશે.

“મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS) દ્વારા ઇન્સ્પેક્શન થવાનું બાકી છે અને ઇન્સ્પેક્શનના બહુવિધ સ્તરો હોય છે. અમને CMRSની મંજૂરી મળ્યા પછી જ સેવા શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવશે. આ મહિને ઇન્સ્પેક્શન કરવામાં આવશે,” એમ એમએમઆરસીએલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે રિસર્ચ ડિઝાઈન અને સ્ટેન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO), ઈન્ડિપેન્ડન્ટ સેફ્ટી એસેસર (ISA) અને CMRS જેવી એજન્સીઓ પાસેથી ક્રમિક મંજૂરીઓ મેળવવી જરૂરી છે. ” RDSO એ જરૂરી તપાસ પૂર્ણ કરી છે જ્યારે ISA ની તપાસ ચાલી રહી છે,” એમ તેમણે જણાવ્યું હતું.

i

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button