CA Inter અને finalનું પરિણામ જાહેર, મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ બાજી મારી
મુંબઈઃ ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ-2024ના પરિણામો આજે, 11 જુલાઈએ જાહેર કર્યા છે. આ પરિણામમાં મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. ઈન્ટરમાં ઑલ ઈન્ડિયા ફર્સ્ટ અને સેકન્ડ રેંકમાં રાજ્યના ત્રણ વિદ્યાર્થી છે જેમાં ભિવંડીનો દુશાગ્ર રૉય પહેલા અને કોલાનો ગુજરાતી વિદ્યાર્થી યુગ કારિયા અને ભાયંદરનો યજ્ઞ ચંદોક બીજા ક્રમાકે છે.
જ્યારે ફાયનલની વાત કરીએ તો ઑલ ઈન્ડિયા ટૉપરમાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા અને સેકન્ડ રેકમાં નવી દિલ્હીની વર્ષા અરોરાનું નામ ઝળક્યું છે જ્યારે ઑલ ઈન્ડિયા થર્ડ રેંકમાં મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ અને નવી મુંબઈના ઘીલમન સલીમ અંસારીનો સમાવેશ થાય છે.
ICAI CA મે 2024 ની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- icai.nic.in દ્વારા વિગતો ચકાસી શકે છે. પરિણામની વિગતો icai.org પર પણ ચકાસી શકાય છે. પરિણામો તપાસવા માટે, ઉમેદવારોને રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબરની જરૂર પડશે.
પરિણામો ચકાસવા માટે આ કરો.
1) ICAI ની સત્તાવાર વેબસાઇટ icai.org પર જાઓ.
2)હોમ પેજ પર ઉપલબ્ધ ICAI CA પરિણામ 2024 લિંક પર ક્લિક કરો.
3) લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4) તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
5) પરિણામ તપાસો અને પૃષ્ઠ ડાઉનલોડ કરો.
6) વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી રાખો.
CA ઈન્ટર મે 2024ની પરીક્ષામાં 18.42 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે CA ફાઈનલના વિદ્યાર્થીઓની પાસ થયા