આપણું ગુજરાત

‘આ મોદીની નહીં મારી ગેરંટી છે’ – કોના વે’ણથી બદલાયા બનાસમાં વહેણ ?

ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો જીતીને દેશમાં મોદીના ગુજરાતનો જયજયકાર કરાવનારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં ચૂંટણીમા પણ 26 માની તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિન સાથે જીતી ગુજરાતમાં હેટ્રીક લગાવના ઓરતા સાથે મેદાનમાં આવી, પણ ભાજપના સતત ત્રીજી વખત લોકસભાની બેઠકો જીતવાના ‘અશ્વમેધ’ને બનાસકાંઠાની જનતાએ નાળ નાંખીને અટકાવી દીધો. બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર ગેની બહેન ઠાકોર જીતી ગયા. આજે બનાસકાંઠામાં સાંસદ ગેનીબહેન ઠાકોરના સન્માન સમારોહમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક એવું નિવેદન આપ્યું કે, બનાસકાંઠાની રાજનીતિના વહેણ બદલાવા લાગ્યા

બુધવારે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં સાંસદ ગેનીબહેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ તકે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે બનાસકાંઠા અને બનાસ ડેરીની રાજનીતિની ‘કૂકરી ગાંડી’કરતી સોગઠી મારી હતી. શક્તિસિંહે, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીને અપીલ કરતા શક્તિસિંહે કહ્યું હતું કે, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. આ મોદીની નહીં મારી ગેરંટી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થયુ

ગૌજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન જ ગેની બહેને જાણે કોંગ્રેસને પોતાની જીતથી નવપલ્લવિત કરવાના પ્રણ લીધા હોય તેમ, બેઠક જીતી બતાવી હતી . પાલનપુરમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં બનાસ ડેરી, રેખાબેન ચૌધરી અને સ્વ.ગલબાકાકાને લઈ એક નિવેદન કરી શક્તિસિંહ ગોહિલે સ્થાનિક રાજનીતિના વહેણ બદલતો કાંકરીચાળો કર્યો હતો. ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં શક્તિસિંહ દ્વારા શંકર ચૌધરીને અપીલ કરતા કહ્યું હતું કે, સ્વ, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. સાથે કહ્યું હતું કે, આ મોદીની નહીં મારી ગેરંટી છે.

શક્તિસિંહ ગોહિલે સ્થાનિક બાનાસ્ડેરી અને બેન્કની રાજનીતિ પર પ્રહાર કરતાં કહ્યું કે, આ એક વ્યક્તિના અહંકારનો પડઘો બનાસકાંઠાની બેઠક પર પડ્યો છે. તેઓએ ઉમેર્યું કે, ખૂબ મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button