હર હર શંભુ ભોળાઃ આ શ્રાવણ માસમાં ભક્તો માટે કંઈક ખાસ છે
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો ભોળાનાથના રંગમાં રંગાઈ જાય છે. શિવમંદિરોમાં ભક્તોની લાઈન લાગે છે અને ચોમેર હર શંભુ ભોળાનો નાદ ગુંજી ઉઠે છે.
ઉત્તર ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાનો ખૂબ મહિમા છે. જોકે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમયે આવે છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર અનુસાર 15 દિવસ પહેલ શરૂ થાય છે. જ્યારે આપણે ગુજરાત-મહારાષ્ટ્રની વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. (Shravan month)
આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે?
હિન્દુધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે. સોમવારે શિવ ભક્તો ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરુઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પુરો થાય છે અને શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર પણ આવે છે. આ શ્રાવણ માસમાં જન્માષ્ઠમી પણ સોમવારે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે, મહાદેવજીને સોમવાર ખુબ જ પ્રિય છે ત્યારે સોમવાર લોકો માટે વધારે ધાર્મિક મહત્વ લઈને આવે છે.
શ્રાવણ મહિનામાં આવતા વાર તહેવાર
તારીખ તિથિ – તહેવાર
5 ઓગસ્ટ 2024 શ્રાવણ મહિનો શરુ, શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
7 ઓગસ્ટ 2024 મધુશ્રુવા ત્રીજ, ઠકુરાણી ત્રીજ, હરિયાળી ત્રીજ
8 ઓગસ્ટ 2024 વિનાયક ચોથ
9 ઓગસ્ટ 2024 જીવંતિકા પૂજન, નાગપાંચમ (દ.ગુ)
10 ઓગસ્ટ 2024 કલ્કિ જ્યંતિ
11 ઓગસ્ટ 2024 ભાનુ સપ્તમી
12 ઓગસ્ટ 2024 ગો.તુલસીદાસ જ્યંતી, શ્રાવણ માસનો બીજો સોમવાર
15 ઓગસ્ટ 2024 પતેતી, સ્વાંતત્ર્ય દિવસ
16 ઓગસ્ટ 2024 પુત્રદા એકાદશી (શીંગોડા)
17 ઓગસ્ટ 2024 દામોદર દ્વાદશી
19 ઓગસ્ટ 2024 રક્ષાબંધન, શ્રાવણ માસનો ત્રીજો સોમવાર
22 ઓગસ્ટ 2024 કુલકાજલી ત્રીજ, બોળ ચોથ
23 ઓગસ્ટ 2024 નાગ પાંચમ
24 ઓગસ્ટ 2024 રાંધણ છઠ્ઠ
25 ઓગસ્ટ 2024 શીતળા સાતમ
26 ઓગસ્ટ 2024 જન્માષ્ટમી, શ્રાવણ માસનો ચોથો સોમવાર
27 ઓગસ્ટ 2024 નંદ મહોત્સવ, રામાનજ જ્યંતિ
29 ઓગસ્ટ 2024 અજા એકાદશી
31 ઓગસ્ટ 2024 જૈન પર્યુષણ મહાપર્વ પ્રારંભ
2 સપ્ટેમબર 2024 શ્રાવણ માસ પુર્ણ, શ્રાવણ માસનો પાંચમો સોમવાર
Also Read –