Hitman Rohit Sharmaએ દ્રવિડ માટે લખી ઈમોશનલ પોસ્ટ, જોરદાર વાઈરલ થઈ પોસ્ટ
મુંબઇઃ ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ભારતના મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડ (The “Wall’ & Rahul Dravid)નો ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો. કેપ્ટન રોહિત શર્મા (Hitman Rohit Sharma)એ પણ ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃતિ લઇ લીધી છે. હવે રોહિત શર્માએ પોતાના ગુરુ, માર્ગદર્શક, મિત્ર અને શાનદાર વ્યક્તિ રાહુલ દ્રવિડ માટે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ મેસેજ લખ્યો હતો. નોંધનીય છે કે રિતિકા રોહિત શર્માની પત્ની છે.
ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી વખતે રોહિત શર્માએ લખ્યું હતું કે પ્રિય રાહુલ ભાઈ, હું આના પર મારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દો શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ મને ખાતરી નથી કે હું ક્યારેય આવું કરી શકીશ નહી. નાનપણથી હું તમને અબજો અન્ય લોકોની જેમ જોતો આવ્યો છું. પરંતુ હું ભાગ્યશાળી છું કે મને તમારી સાથે આટલા નજીકથી કામ કરવાની તક મળી.
મુખ્ય કોચ બનવા અંગે રોહિતે કહ્યું કે તમે આ રમતના મહાન ખેલાડી છો પરંતુ તમે તમારી બધી સિદ્ધિઓ અને મહાનતાથી આગળ વધીને અમને કોચિંગ આપવાનું પસંદ કર્યું છે. એક એવા સ્તરે પહોંચી ગયા કે જ્યાં અમે બધા તમને કંઈપણ કહેવા માટે સહજતા અનુભવતા હતા. આ તમારી ભેટ છે, તમારી મોટાઇ છે અને આટલા સમય બાદ પણ આ રમતને તમે કેટલો પ્રેમ કરો છો. હું તમારી પાસેથી ઘણું શીખ્યો છું અને દરેક સ્મૃતિને યાદ રાખીશ.
પોતાની પત્ની રિતિકા સજદેહ વિશે ચર્ચા કરતા રોહિત શર્માએ કહ્યું હતું કે મારી પત્ની તમને મારી વર્ક વાઈફ કહે છે અને હું નસીબદાર છું કે મને પણ તમને આમ કહેવાની તક મળી. રોહિતે અહીં ઇમોજી શેર કર્યું છે.
આ પણ વાંચો: Virat Kohliને કારણે Rohit Sharma અને મારો સંબંધ… એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો…
તેણે આગળ લખ્યું હતું કે તમારી કેબિનેટ (વર્લ્ડ કપ ટ્રોફી)માં આ એકમાત્ર વસ્તુ હતી જે ખૂટતી હતી અને હું ખૂબ જ ખુશ છું કે આપણે તેને સાથે મળીને હાંસલ કરવામાં સફળ રહ્યા. રાહુલ ભાઈ, મને તમારા વિશ્વાસપાત્ર, મારા કોચ અને મારા મિત્ર તરીકે બોલાવવા એ મારા માટે એક મોટા સૌભાગ્યની વાત રહી છે.
નોંધનીય છે કે જ્યારે રોહિત શર્મા કેપ્ટન બન્યો ત્યારે રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. આ પછી રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઇન્ડિયાએ ચાર આઇસીસી ટ્રોફી રમી જેમાંથી ત્રણની ફાઇનલમાં પહોંચ્યું અને એક ટાઇટલ જીત્યું હતું.
ભારત 2022 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું, જ્યારે 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં અને 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. હવે 2024માં ટી-20 વર્લ્ડકપમાં ભારત વિજેતા બન્યું હતું.